કિરણસિંહ ગોહીલ/સુરત: ઓલપાડના કુડસદ ગામે ભીખ માંગી પોતાનું પેટિયું રડી ખાતા 60 વર્ષીય પિતાની પથ્થર મારી હત્યા કરી લાશને ગામના સ્મશાનમાં દફનાવી દીધી હતી. જોકે નાના દીકરાની તપાસમાં પિતાની હત્યા મોટા ભાઈએ કરી હોવાનું બહાર આવતા નાના દીકરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપી મોટા દીકરાને ઝડપી પાડી પૂછપરછ કરતા તેણે હત્યા કર્યાનું કબૂલાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિમ પોલીસે હત્યાનો ગુનો નોંધી 25 દિવસ પહેલા કુડસદ સ્મશાનમાં દફનાવી દીધેલી લાશ ઓલપાડ મામલતદાર અને ઊંચ પોલીસ અધિકારી, સરકારી તબીબની હાજરીમાં મૃતદેહ બહાર કાઢી ફોરેન્સિક પી.એમ અર્થે મોકલી આપી હતી. જોકે મોતનું સાચું કારણ ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે.


ઠાકોર સેનાની કોર કમિટીનો નિર્ણય, અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ભાજપમાં જોડાશે


ઓલપાડના કુડસદ ગામે એકલવાયું જીવન જીવતા 60 વર્ષીય પ્રતાપ ભાઈ વસાવા ગામમાં ભીખ માંગી ગામના બસ સ્ટેન્ડમાં રહેતા હતા. પરંતુ તેમની બસ સ્ટેન્ડમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી. આ લાશને મોટા દીકરા રવિ વસાવાએ ગામના કેટલાક સગાસબન્ધીને સાથે રાખી ગામના સ્મશાનમાં પિતાની લાશને દફનાવી દીધી હતી. આ ઘટનાને 25 દિવસ બાદ મૃતકના નાનો દીકરો દિલીપ વસાવા પિતાને મળવા કુડસદ આવ્યો હતો. ત્યાં મોટાભાઈના સસરા કાંતિભાઈ વસાવાએ દિલીપને કહ્યું હતું કે, રવિએ તારા પિતાની હત્યા કરી લાશ ગામના સ્મશાનમાં દફનાવી દીધી છે.


ગુજરાતના સૌથી લાંબા ફ્લાયઓવરનું કામ બાબા આંબેડકરની પ્રતિમાને કારણે અટક્યું


દિલીપ સુરત નોકરી કરતા મોટાભાઈ રવિને પૂછતાં રવિએ દિલીપને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ વાત દિલીપે પોતાના શેઠ ને કહેતા તેઓ દિલીપ સાથે મહિધર પોલીસ મથકે પોહચી પોલીસને બધી વાત કરતા પોલીસ રવિની પૂછપરછ કરતા રવિએ પિતાની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. જોકે લાશ કિમ પોલીસની હદમાં દફનાવી દીધી હોવાથી કિમ પોલીસને જાણ કરવામાં આવી હતી. 


રાજકોટ ASI કોન્સ્ટેબલ અપમૃત્યુ મામલો: ખુશ્બુએ જ કરી રવિરાજ સિંહની હત્યા


જુઓ LIVE TV:



મોટા દીકરાની કબૂલાત બાદ કિમ પોલીસ, ઊંચ પોલીસ અધિકારી,ઓલપાડ મામલતદાર,ફોરેન્સીક અધિકારી,કિમ પી.એચ.સી ના તબીબની હાજરીમાં મૃતદેહ બહાર કાઢી લાશને ફોરેન્સિક પી.એમ અર્થે મોકલી આપ્યો હતો. હવે પી.એમ રિપોર્ટ આવે પછીજ હત્યાનું સાચું કારણ બહાર આવશે જોકે પોલીસે આરોપી દીકરાની અટકાયત કરી લીધી છે.