અમદાવાદઃ અમદાવાદમાં ફરી પતિ-પત્નીના સંબંધો લોહીયાળ બન્યા છે. દારૂડિયા પતિના ત્રાસથી કંટાળી પતિની હત્યા કરનાર પત્નીની પોલીસે ધરપકડ કરી છે. પત્નીએ દારૂડિયા પતિનું ગળું દબાવી હત્યા કરી હતી. પુત્રવધુને બચાવવા પરિવારે અકસ્માત મોતની વાર્તા રચી હતી. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે પત્નીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પત્નીએ કરી પતિની હત્યા
અમરાઇવાડીમાં આશાપુરીનગરમાં રહેતા દીપક ચારણની તેની પત્ની હેતલે ગળું દબાવીને હત્યા કરી હતી. ઘટના એવી હતી કે દિપક અને તેનો ભાઈ ચિંતન ઉત્તરાયણના દિવસે ઘરે હતા. દીપકની પત્ની હેતલ નોકરીએથી ઘરે આવી હતી. ત્યારે દીપક દારૂ પીને ઘરે પરત આવ્યો હતો. બન્ને પતિ પત્ની વચ્ચે દારૂ બાબતે ઝઘડો થતા દીપકે પત્નીને માર માર્યો. જેથી ઉશ્કેરાઈ ગયેલી હેતલે ગળું દબાવ્યુ જેમાં તેનો પતિ મૃત્યુ પામ્યો હતો. જ્યારે દીપકની માતા ઘરે આવી અને જોયું તો તે બેભાન અવસ્થામાં પડ્યો હતો. ત્યાં બેઠેલી દીપકની પત્નીને ગળુ દબાવી દીપક હત્યા કરી હોવાનું કહ્યું હતું. ગર્ભવતી પુત્રવધૂને બચાવવા સાસુએ ફીનાઇલનું તરકટ રચ્યું.. પરંતુ પોસ્ટ મોટર્મ રિપોર્ટે હત્યાનો ભેદ ઉકેલી દીધો હતો.


આ પણ વાંચોઃ અમદાવાદના વિકાસને મળશે વેગ, ચાંદખેડા સહિત ચાર ટીવી સ્કીમને મુખ્યમંત્રીએ આપી મંજૂરી


મૃતકની માતાને દિકરાના મોત માતમ હતો અને પુત્રવધુને પોલીસ પકડી જશે તો પરિવાર વિખેરાઇ જવાનો ડર હતો. જેથી હત્યારી હેતલે હત્યા કરી હોવાનું સાસુને કહ્યા બાદ તાત્કાલિક દીપકને એલજી હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં ડોક્ટરને દીપકના પરિવારજનોએ દારૂ પીધો હોવાથી ગભરામણ થતાં બેભાન થઇ ગયો હોવાનું કહ્યું હતું. તો આ મામલે અમરાઇવાડી પોલીસને જાણ કરાતા પરિવાર વિખેરાઇ જવાની બીકે દીપકની માતાએ પોલીસ સમક્ષ ખોટી કેફિયત વર્ણવી હતી. પણ બાદમાં લાશનું પોસ્ટમોર્ટમ કરાતા હત્યા થઇ હોવાનું સામે આવતા પોલીસે મૃતક દિપકની માતાની તેની જ પુત્રવધુ સામે ફરિયાદ નોંધી આરોપી હેતલની ધરપકડ કરી છે. 


મૃતક દીપક છેલ્લા ઘણા સમયથી દારૂની લતે ચઢી ગયો હતો અને દારૂ પી અવાર નવાર પત્ની હેતલને ત્રાસ આપતો અને માર પણ મારતો હતો. પરિવારજનોએ અનેક વાર સમજાવ્યો હોવા છતાંય દીપક સમજતો ન હતો અને અંતે તેની પત્નીના હાથે જ તેને મોત મળ્યું. એક માતા એ દીકરાને ખોઈ દીધો છે. જેથી દારૂના દુષણને બંધ કરવાની અપીલ કરી રહી છે.


આ પણ વાંચોઃ સરકારનો ખેલ કે ગુજરાતમાંથી ગયો કોરોના! સતત બીજા દિવસે નોંધાયા શૂન્ય કેસ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube