તૃષાર પટેલ/વડોદરા :વડોદરાના સાયાજીબગ પ્રાણી સંગ્રહાલયમાં લોખંડની વાડ તોડીને માદા હિપ્પોએ નર હિપ્પો પર હુમલો કર્યો હતો. બુધવારે મોડી રાત્રે બનેલી આ ઘટનામાં નર હિપ્પો ઇજાગ્રસ્ત થયો હતો. બનાવને પગલે નર હિપ્પોને આખા શરીરે ઉઝરડા પડી ગયા હતા અને પગના ભાગે પણ ઇજા પહોંચી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ ઝૂના ક્યૂરેટર તથા કર્મચારીઓ તપાસ કરી રહ્યા છે કે, આખરે કયા કારણોસર માદા હિપ્પોએ નર હિપ્પો પર હુમલો કર્યો. બુધવાર રાત્રે બનેલી આ ઘટના બાદ પ્રાણીસંગ્રહાલયનું તંત્ર દોડતુ થયું હતું. અને નર હિપ્પોને સારવાર આપવામાં આવી હતી. સારવાર બાદ નર અને માદા બંનેને અલગ અલગ રાખવામાં આવ્યા છે.


વડોદરા મહાનગર પાલિકાના કમાટીબાગમાં આવેલા પ્રાણીસંગ્રહાલયમાં છાશવારે પ્રાણીઓ પર હુમલા થતા રહે છે. થોડા મહિના પહેલા રખડતા કૂતરાઓએ હરણ ખાના પર હુમલો કરતા કેટલાક હરણોના મોત થયા હતા. જે બાદ પાલિકા તંત્ર દ્વારા કમાટીબાગ વિસ્તારમાંથી રખડતા કૂતરાને પકડવાની કવાયત હાથ ધરાઈ હતી. ત્યારે પણ સિક્યોરિટી સામે સવાલ ઊભા થયા હતા. 


નર હિપ્પો તાકાતવર હોવા છતાં માદા હિપ્લોએ કરેલા હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને પગના ભાગે પણ ગંભીર ઇજા થઈ છે. હાલ ઝૂ વિભાગ સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યું છે.