તહેવારોમાં ફરવા જવાનો પ્લાન હોય તો આવ્યા સારા સમાચાર, પશ્ચિમ રેલવેએ ગુજરાતમાં શરૂ કરી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન
દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિકોની સુવિધા તથા આગામી તહેવારોની સીઝન દરમિયાન યાત્રાની માંગ પૂરી કરવા માટે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.
અમદાવાદઃ હવે દિવાળીના તહેવારોની શરૂઆત થવાની છે. દિવાળીના તહેવારોમાં રજાઓ હોય છે અને અનેક લોકો ફરવા જતાં હોય છે. તેવામાં પશ્ચિમ રેલવે દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા પાંચ જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં સાબરમતી-દાનાપુર, વડોદરા-હરિદ્વાર, વડોદરા-ગોરખપુર, ડો. આંબેડકર નગર-પટના અને અમદાવાદ-સમસ્તીપુર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન સામેલ છે. રેલવેના આ નિર્ણયથી આશરે 6 લાખ યાત્રિકોને ફાયદો થશે.
1. ટ્રેન નંબર 09403/09404 સાબરમતી-દાનાપુર સુપરફાસ્ટ સ્પેશિયલ (સાપ્તાહિક)
ટ્રેન નંબર 09403 સાબરમતી-દાનાપુર સુપરફાસ્ટ સ્પેશિયલ દર રવિવારે સવારે 8.15 કલાકે સાબરમતીથી પ્રસ્થાન કરશે અને બીજા દિવસે બપોરે 2.15 કલાકે દાનાપુર પહોંચશે. આ ટ્રેન 12 નવેમ્બરથી 26 નવેમ્બર સુધી ચાલશે. આ રીતે 09404 દાનાપુર-સાબરમતી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દર સોમવારે સાંજે 6 કલાકે દાનાપુરથી પ્રસ્થાન કરશે અને બીજા દિવસે રાત્રે 11.30 કલાકે સાબરમતી પહોંચશે.
આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, અજમેર, જયપુર, બાંદીકુઈ, ભરતપુર, અછનેરા, આગરા ફોર્ટ, ટૂંડલા, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ, પંડિત દીન દયાળ ઉપાધ્યાસ, બક્સર અને આરા સ્ટેશનો પર રોકાશે.
આ પણ વાંચોઃ દિવાળીના તહેવારો પહેલાં હવામાન વિભાગની આવી ગઈ નવી આગાહી, જાણો કેવું રહેશે વાતાવરણ
2. ટ્રેન નંબર09129/09130 વડોદરા-હરિદ્વાર સુપરફાસ્ટ સ્પેશિયલ (સાપ્તાહિક)
ટ્રેનનંબર 09129 વડોદરા-હરિદ્વાર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દર શનિવારે સાંજે 7 કલાકે વડોદરાથી પ્રસ્થાન કરશે અને બીજા દિવસે બપોરે 2.30 કલાકે હરિદ્વાર પહોંચશે. આ ટ્રેન 11 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી ચાલશે. તો ટ્રેન નંબર 09130 હરિદ્વાર-વડોદરા સુપરફાસ્ટ ટ્રેન દર રવિવારે સાંજે હરિદ્વારથી ઉપડશે. આ ટ્રેન ગોધરા, દાહોદ, રતલામ, કોટા, ગંગાપુર સિટી, મથુરા, હરઝત નિઝામુદ્દીન, ગાઝિયાબાદ, મેરઠ સિટી, મુઝફ્ફરનગર, ટપરી અને રૂકડી સ્ટેશનો પર રોકાશે.
3. ટ્રેન નંબર 09101/09102 વડોદરા-ગોરખપુર સ્પેશિયલ (સાપ્તાહિક)
ટ્રેન નંબર 09101 વડોદરા-ગોરખપુર સ્પેશિયલ દર સોમવારે વડોદરાથી 19.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 23.30 કલાકે ગોરખપુર પહોંચશે. આ ટ્રેન 13 નવેમ્બર 2023 થી 27 નવેમ્બર 2023 સુધી ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર 09102 ગોરખપુર-વડોદરા સ્પેશિયલ દર બુધવારે ગોરખપુરથી 05.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.35 કલાકે વડોદરા પહોંચશે. આ ટ્રેન 15 નવેમ્બર 2023 થી 29 નવેમ્બર 2023 સુધી ચાલશે.
આ ટ્રેન ગોધરા, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, ભરતપુર, અછનેરા, આગરા ફોર્ટ, ટૂંડલા, શિકોહાબાદ, ફર્રુખાબાદ, કાનપુર, લખનઉ, બારા બંકી, ગોંડા અને બસ્ટી સ્ટેશનો પર રોકાશે.
આ પણ વાંચોઃ જામનગર નજીક રંગમતી નદીમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત, દોડતું થયું પોલ્યુશન બોર્ડ
4. ટ્રેન નંબર 09413/09414 અમદાવાદ-સમસ્તીપુર સ્પેશિયલ
ટ્રેન નંબર 09413 અમદાવાદ-સમસ્તીપુર સ્પેશિયલ અમદાવાદથી દર ગુરુવારે 15.30 કલાકે ઉપડશે અને શનિવારે 04.00 કલાકે સમસ્તીપુર પહોંચશે. આ ટ્રેન 9 નવેમ્બર 2023 થી 30 નવેમ્બર 2023 સુધી ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર 09414 સમસ્તીપુર-અમદાવાદ સ્પેશિયલ દર શનિવારે સમસ્તીપુરથી 08.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 22.45 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 11 નવેમ્બર 2023 થી 2 ડિસેમ્બર 2023 સુધી ચાલશે.
આ ટ્રેન વડોદરા, સુરત, નંદુરબાર, ભુસાવલ, ખંડવા, ઇટારસી, જબલપુર, કટની, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, પં. દીન દયાલ ઉપાધ્યાય, બક્સર, અરાહ, પટના અને બરૌની સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube