મિતેશ માળી, વડોદરા: વડોદરાની એક કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગની જ્વાળાઓ દુર દુર સુધી જોવા મળી રહી છે. ત્યારે આ ઘટનાને પગલે ફાયર ફાઇટરની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે અને હાલ આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- લોકડાઉનમાં લોકોને કામ ન મળ્યું, પણ વડોદરાની જેલના કેદીઓ બન્યા ભાગ્યવાન


પ્રાપ્ત માહિત અનુસાર, વડોદરાના પાદરના જાસપુર રોડ પર આવેલી પેરાગોન કંપનીમાં ભીષણ આગ લાગી છે. આ ઘટનાને પગલે પાદરા પોલીસ અને ફાયર ફાઈટરની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે. જ્યારે આ ઘટનાને પગલે મેજર કોલ જાહેર કર્યો છે. હાલ પાદરા ફાયર ફાઈટર ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે.


આ પણ વાંચો:- પાવાગઢમાં ઘર કંકાસથી કંટાળીને સગી જનેતાએ પોતાનાં 2 બાળકોની હત્યા કરી


પોલીસની પ્રાથમિક તાપસમાં જાણવા મળી રહ્યું છે કે, આ કંપનીમાં આગ કેમિકલનું બોઇલર ફાટવાના કારણે લાગી હતી. જો કે, કંપનીમાં એક બાદ એક બે કેમિકલ બોઇલર ફાટતા આગની જ્વાળાઓ ખુબ ઉંચે સુધી જોવા મળી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube