અરવલ્લીના મોડાસામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ; 4નાં મોત, ફાયરે જાહેર કર્યો મેજર કોલ
આ ઘટનામાં ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ ઘટનામાં ફાયરે મેજર કોલ જાહેર કર્યા છે. ગાંધીનગર અને હિંમતનગરથી પણ ફાયરની ટીમ બોલાવાઈ છે.
Aravalli News: રાજ્યમાં આગની એક પછી એક ઘટનાઓ સામે આવતી જાય છે, ત્યારે અરવલ્લીના મોડાસામાં ફટાકડાની ફેક્ટીમાં ભીષણ આગની ઘટના બની છે. આ ઘટનામાં ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ ઘટનામાં ફાયરે મેજર કોલ જાહેર કર્યા છે. ગાંધીનગર અને હિંમતનગરથી પણ ફાયરની ટીમ બોલાવાઈ છે.
નરોડા ગામ હત્યાકાંડનો ચુકાદો, જાણો ગુજરાતના રમખાણો સાથે જોડાયેલા 9 મોટા કેસની કહાની
વિશ્વમાં સૌથી વધુ શિક્ષિત વ્યક્તિ કોણ છે, લશ્કરમાં પણ કામ કર્યું છે; અહીં જાણો
આગના કારણે મોટું નુકશાન થવાની ભીતિ છે. અંદર ફસાયેલા 5 લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા છે. વેલ્ડિંગના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. તો બીજી તરફ આગની ઘટના બનતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. હજારોના લોકોના ટોળાને દૂર કરવા પોલીસ કાફલો ઉતારાયો હતો.