મોટી દુર્ઘટના ટળી! અમદાવાદના બાપુનગરમાં રૂના ગોડાઉનમાં ભીષણ આગ, અફડાતફડીનો માહોલ
ગોડાઉનમાં રૂનું વેસ્ટ રાખવામાં આવ્યું હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર વિભાગને અંદાજે 3.05 કલાક મળેલ કોલ અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી.
ઉદય રંજન/અમદાવાદ: બાપુનગર વિસ્તારમાં આવેલા એસ્ટેટમાં આગ લાગવાની ઘટના બની છે, જેમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ત્રણ જેટલા રોજમદારો બહાર નીકળી જતાં દુર્ઘટના ટળી છે.
ગુજરાતમાં કાતિલ ઠંડી ભૂક્કા કાઢશે કે કમોસમી વરસાદ ચાલું રહેશે? જાણો અંબાલાલની આગાહી
ગોડાઉનમાં રૂનું વેસ્ટ રાખવામાં આવ્યું હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર વિભાગને અંદાજે 3.05 કલાક મળેલ કોલ અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી.
ગુજરાતની રાજનીતિમાં હડકંપ; સુસાઇડ નોટમાં આ ધારાસભ્યનું નામ લખી યુવકનો આપઘાત
શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગોડાઉનમાં રૂ સાથે અન્ય ઘનકચરો રાખવામાં આવ્યો હોવાથી આગ વધુ લાગી હતી. એસ્ટેટ ગોડાઉનમાં પડેલ ફાયર સિસ્ટમ કાર્યરત હતી પણ આગ લાગતા નાસભાગ મચી જતા રોજમદારો ગોડાઉનમાંથી બહાર નીકળી ગયા હતા.
PM મોદી આવતીકાલે અંબાજીમાં કરશે પૂજા-દર્શન, 5800 કરોડનાં આ વિકાસકાર્યોની આપશે ભેટ