રાજકોટ : ટ્રાન્સવુમન પર નકલી કિન્નર હોવાનો આક્ષેપ કરીને અપહરણ કરીને બેફામ માર મારીને પ્રાઇવેટ પાર્ટનો વીડિયો વાયરલ કરવાની ઘટનામાં ભોગ બનનારા ટ્રાન્સવુમાન આજે સવારે ફરિયાદ નોંધાવતા માલવિયાનગર પોલીસ પહોંચી હતી. આ સમયે આવી પહોંચેલા કિન્નરોએ પાયલને શહેર છોડાવી દેવા અથવા તેમના હવાલે કરી દેવાની માંગણી સાથે કપડા કાઢીને વિરોધ શરૂ કરી દેતા પોલીસ તંત્ર પણ ઝંખવાણી પડી ગઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુળ સુરેન્દ્રનગર જિલ્લાની વતની અને હાલ રાજકોટમાં ગુરૂપ્રસાદ ચોક નજીક રહીને અભ્યાસ કરતી ટ્રાન્સવુમાન ચાર દિવસ પહેલા યુવતીનાં વસ્ત્રોમાં લોધાવાડ ચોક નજીક ઉભી હતી. ચાર પાંચ કિન્નર પાયલને નકલી કિન્નર હોવાના આક્ષેપ સાથે અપહરણ કરીને ઢોર માર માર્યો હતો. નિર્દોષ ટ્રાન્સવુમાનનને બેરહેમીથી ફટકાર્યા બાદ કિન્નરોને પાયલનાં પ્રાઇવેટ પાર્ટનો વીડિયો ઉતારીને વાયરલ કર્યા બાદ વાળ પણ કાપી નાખ્યા હતા. ત્યાર બાદ પોલીસને બોલાવી પાયલને સોંપી દીધી હતી. 


હાલ તો આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. આ અંગેની ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે. ગાંધીનગર, મહારાષ્ટ્રની એનજીઓ, આરટીઆ એક્ટિવિસ્ટ અને વકીલ પાયલની તરફેણમાં આવ્યા હતા. સોશિયલ મીડિયામાં જસ્ટીસ ફોર પાયલ નામની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube