મૌલિક ધામેચા/અમદાવાદ: ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોને આપવામાં આવેલ ઇ- મેમોને લઇને લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. 26મી જૂનના દિવસે આ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લગભગ 30 હજાર જેટલા વાહન ચાલકોને કે જેમના ઇ-મેમો બાકી છે, તેઓને મેસેજ મારફતે ટ્રાફિક પોલીસ દ્વારા જાણ પણ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાહન ચાલકો બાકી ઇ- મેમો કોઈપણ ટ્રાફિક પોલીસ સ્ટેશન માં અથવા તો ટ્રાફિક પોલીસ ની વેબસાઈટ પરથી ભરી શકે છે. પરંતુ લોક અદાલતના દિવસે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે, મિરઝાપુર કોર્ટ, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ માં રૂબરૂ જઇને પણ ભરી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટની ટકોર બાદ વધુ પડતા બાકી ઇ મેમો વસુલવા આ કવાયત હાથ ધરવામાં આવી છે. જો કે આ સાથે છેલ્લા છ મહિનામાં ઇ મેમો નહિ ભરનારા 800 વાહન ચાલકોના લાયસન્સ પણ રદ કરવામાં આવ્યા છે.


એક રાજકીય બળવાની કિંમત તમને ખબર છે? જાણો મહારાષ્ટ્ર બળવાના જાહેર ખર્ચનો અંદાજ


અમદાવાદ શહેરના બાકી ઇ મેમો ભરવા અને તકરાર નિવારણ માટે ટ્રાફિક પોલીસ દ્વારા 26મી જૂનનાં રોજ વાહન ચાલકો ઈ-ચલણ ભરે તે માટે ખાસ લોક અદાલત દ્વારા કરાયું છે. મહત્વનું છે કે 57 લાખ 86 હજાર ઈ-ચલણની 249 કરોડ રૂપિયા જેટલી માતબર રકમનાં ઈ-ચલણ વાહનચાલકોને ભરવાના બાકી હોય અને વાહનચાલકોની ઈ-ચલણ ભરવામાં નિરસતા હોવાથી ગુજરાત હાઈકોર્ટે આ મામલે પોલીસ વિભાગને ટકોર કરતા આ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું. 



તેમ છતાં અમદાવાદ ટ્રાફિક પોલીસે અત્યાર સુધીમાં 30 હજાર વાહન ચાલકોને SMS કરી ઇ-ચલણ ભરવા માટે જાણ કરી છે. અને તે પહેલાં ટ્રાફિક પોલીસના QR કોડ અને ઓનલાઈન મારફતે પણ ઈ-ચલણની રકમ સ્વિકારશે. હાલ સુધી ઈ-ચલણ ન ભરનારા 800 થી વધુ વાહન ચાલકોના છેલ્લા 6 મહિનામાં લાયસન્સ રદ કરી દેવાયા છે. તેવામાં લોકોને પોતાના ઈ-ચલણ ભરવા માટે શહેર પોલીસે અપીલ કરી છે.


ટ્રાફિક JCP મયંકસિંહ ચાવડા એ આ અંગે જણાવ્યું કે  અમદાવાદ શહેરના બાકી ઇ મેમો ભરવા અને તકરાર નિવારણ માટે ટ્રાફિક પોલીસ દ્વારા 26મી જૂનનાં રોજ વાહન ચાલકો ઈ-ચલણ ભરે તે માટે ખાસ લોક અદાલત દ્વારા કરાયું છે. મહત્વનું છે કે 57 લાખ 86 હજાર ઈ-ચલણની 249 કરોડ રૂપિયા જેટલી માતબર રકમનાં ઈ-ચલણ વાહનચાલકોને ભરવાના બાકી હોય અને વાહનચાલકોની ઈ-ચલણ ભરવામાં નિરસતા હોવાથી ગુજરાત હાઈકોર્ટે આ મામલે પોલીસ વિભાગને ટકોર કરતા આ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું. તેમ છતાં અમદાવાદ ટ્રાફિક પોલીસે અત્યાર સુધીમાં 30 હજાર વાહન ચાલકોને SMS કરી ઇ-ચલણ ભરવા માટે જાણ કરી છે. અને તે પહેલાં ટ્રાફિક પોલીસના QR કોડ અને ઓનલાઈન મારફતે પણ ઈ-ચલણની રકમ સ્વિકારશે. હાલ સુધી  ઈ-ચલણ ન ભરનારા 800 થી વધુ વાહન ચાલકોના છેલ્લા 6 મહિનામાં લાયસન્સ રદ કરી દેવાયા છે. તેવામાં લોકોને પોતાના ઈ-ચલણ ભરવા માટે શહેર પોલીસે અપીલ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube