ઉદય રંજન/અમદાવાદ :ઝારખંડ કેડરની IAS અધિકારી પૂજા સિંઘલ સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની તસવીર શેર કરવા બદલ ફિલ્મ નિર્માતા અવિનાશ દાસની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. મુંબઈથી અવિનાશ દાસની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી અવિનાશ દાસ વોન્ટેડ હતો. જેણે રાષ્ટ્ર ધ્વજનું અપમાન કર્યું હતું અને ગૃહમંત્રીના ફોટાને પણ મોર્ફ કરી બિભત્સ લખાણ લખ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અવિનાશ દાસની ગુજરાત પોલીસે મુંબઈથી ધરપકડ કરી છે. અવિનાશ દાસ પોતાના ઘરની બહાર નીકળતા જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેની ધરપકડ કરી છે. ફિલ્મ નિર્માતાના મિત્ર અને ઝેડ પ્લસ લેખક રામકુમાર સિંહે પોતાની ફેસબુક પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે.


આ પણ વાંચો : દક્ષિણ ગુજરાતના 2 ફેમસ બીચ લોકો માટે બંધ કરાયા, વરસાદના એલર્ટ બાદ પગલા


રામકુમારે પોતાની પોસ્ટમાં લખ્યુ કે, અવિનાશ દાસને તેના ઘરની બહાર નીકળતાની સાથે જ ગુજરાત પોલીસે ઝડપી લીધો હતો. ફેસબુક પોસ્ટમાં તસવીરો શેર કરતાં તેણે લખ્યું- થોડા સમય પહેલાં, મિત્ર, ફિલ્મ નિર્માતા અવિનાશ દાસને તેમના ઘરની બહાર નીકળતાં જ ગુજરાત પોલીસની ક્રાઈમ બ્રાન્ચે મધ જેટી પરથી ઝડપી લીધો હતો. તેમની જામીન અરજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. પોલીસે આ કરવાની જરૂર નહોતી. અમે જરૂરી કાયદાકીય સલાહ લઈ રહ્યા છીએ.


આ પણ વાંચો : ભાંગેલુ-તૂટેલુ અંગ્રેજી છોડો, હવે ગુજરાતીમાં જ કરી શકાશે એન્જિનિયરિંગનો અભ્યાસ


હાઈકોર્ટે અરજી નકારી હતી
અવિનાશ દાસે આગોતરા જામીન અરજી દાખલ કરી હતી, જેને ન્યાયમૂર્તિ ભારતી ડાંગરેની બેન્ચે ફગાવી દીધી હતી. મુંબઈમાં રહેતા ફિલ્મકારે પોતાના વકીલના માધ્યમથી કોર્ટ સમક્ષ પોતાની ભૂલ માટે શર્ત વગર માફી માંગવાની રજૂઆત કરી હતી. ત્યારે કોર્ટે અરજી નકારતા કહ્યું હતું કે, દાસે રાષ્ટ્રીય સન્માન અધિનિયમા નિયમોનું ઉલ્લંઘન કરતા એક પેઈન્ટિંગને પ્રસારિત કર્યું, જેમાં એક વ્યક્તિને ત્રિરંગાથી બનેલ કપડા પહેરાવતા દેખાવવામાં આવ્યો. જે પ્રતીત કરે છે કે, અરજી કરનારે રાષ્ટ્રીય ધ્વજનુ અપમાન કર્યુ છે. તેથી કોર્ટ દ્વારા તેને રાહત આપવામાં ન આવે. તમે યાદ રાખવુ જોઈએ કે, પ્રાચીન કાળથી આપણા ધ્વજને ઊંચો રાખવા માટે અનેક લોકોએ પ્રાણોની આહુતિ આપી છે. રાષ્ટ્ર ધ્વજ નિર્વિવાદ રૂપથી સમગ્ર રાષ્ટ્ર, તેના આદર્શ, આકાંક્ષા, તેની આશાઓ અને ઉપલબ્ધિઓ માટે ફરકાવવામાં આવે છે. 


ઉલ્લેખનીય છે કે, દાસે અનેક ફિલ્મો બનાવી છે. જમાં સ્વરા ભાસ્કર, સંજય મિશ્રા અને પંકજ ત્રિપાઠી અભિનીત 2017 માં આવેલી ‘અનારકલી ઓફ આરા’ અને 2021 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રાત બાકી હૈ’ સામેલ છે. તેણે નેટફ્લીક્સ પર આવેલી ‘શી’ નામની ફિલ્મ પણ બનાવી છે.