ફિલ્મ મેકર અવિનાશ દાસને મેટ્રો કોર્ટે આપ્યા શરતોને આધીન જામીન, જાણો શું છે સમગ્ર ઘટના?
Filmmaker Avinash Das: અવિનાશ દાસ તાજેતરમાં ઓટીપી પ્લેટફોર્મ પરની એક વેબ સિરીઝને લઈને ખ્યાતિ મેળવી છે. અવિનાશ દાસ વિરુદ્ધ રાષ્ટ્ર ધ્વજના અપમાન ને લઈને ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી.
આશ્કા જાની/અમદાવાદ: ઝારખંડ કેડરની IAS અધિકારી પૂજા સિંઘલ સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની તસવીર શેર કરવા બદલ ફિલ્મ નિર્માતા અવિનાશ દાસની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ અવિનાશ દાસને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અવિનાશ દાસે જામીન માટે અરજી કરી હતી. હાલ મળતી માહિતી પ્રમાણે કોર્ટે અવિનાશ દાસને શરતોને આધીન જામીન મંજૂર કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી અવિનાશ દાસ વોન્ટેડ હતો. જેણે રાષ્ટ્ર ધ્વજનું અપમાન કર્યું હતું અને ગૃહમંત્રીના ફોટાને પણ મોર્ફ કરી બિભત્સ લખાણ લખ્યું હતું.
કોણ છે અવિનાશ દાસ?
અવિનાશ દાસ તાજેતરમાં ઓટીપી પ્લેટફોર્મ પરની એક વેબ સિરીઝને લઈને ખ્યાતિ મેળવી છે. અવિનાશ દાસ વિરુદ્ધ રાષ્ટ્ર ધ્વજના અપમાન ને લઈને ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઘણી મહેનત બાદ અવિનાશ દાસની તેના મુંબઇ ખાતેના નિવાસ સ્થાનેથી ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી..
અવિનાશ દાસે શું કર્યો હતો કાંડ
ફિલ્મ ડિરેકટર અવિનાશ દાસ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જૂનો ફોટો પણ પોસ્ટ કર્યો હતો. તાજેતરમાંજ એક મહિલા અધિકારી જેઓ ઝારખંડ ના છે તેઓ મની લોન્ડરિંગ ના કેસમાં સંડોવાયેલા હતા તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રીનો પાંચ વર્ષ જૂનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો જેને લઈને પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
ક્રાઇમ બ્રાન્ચે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો
ઉપરાંત રાષ્ટ્રધ્વજની ગરિમાને નુકશાન અને હાનિ પહોંચે તે મુજબ એક નગ્ન સ્ત્રીનું વિકૃત પેન્ટિંગ બનાવ્યું હતું. આવી તમામ બાબતોને લઈને અવિનાશ દાસ વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં કાયદેસર ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચે ઇન્ડિયન પીનલ કોડ ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ સાથે જ પ્રિવેનશન ઓફ ઇન્સલટ્સ ટુ નેશનલ ઓનર એકટ 1971 ની કલમ 2 મુજબ ગુનો રજીસ્ટર કર્યો છે. જેના પગલે મુંબઇ ખાતેથી અવિનાશ દાસની ધરપકડ કરી લેવામાં આવી છે.
હાઈકોર્ટે અરજી નકારી હતી
અવિનાશ દાસે આગોતરા જામીન અરજી દાખલ કરી હતી, જેને ન્યાયમૂર્તિ ભારતી ડાંગરેની બેન્ચે ફગાવી દીધી હતી. મુંબઈમાં રહેતા ફિલ્મકારે પોતાના વકીલના માધ્યમથી કોર્ટ સમક્ષ પોતાની ભૂલ માટે શર્ત વગર માફી માંગવાની રજૂઆત કરી હતી. ત્યારે કોર્ટે અરજી નકારતા કહ્યું હતું કે, દાસે રાષ્ટ્રીય સન્માન અધિનિયમા નિયમોનું ઉલ્લંઘન કરતા એક પેઈન્ટિંગને પ્રસારિત કર્યું, જેમાં એક વ્યક્તિને ત્રિરંગાથી બનેલ કપડા પહેરાવતા દેખાવવામાં આવ્યો. જે પ્રતીત કરે છે કે, અરજી કરનારે રાષ્ટ્રીય ધ્વજનુ અપમાન કર્યુ છે. તેથી કોર્ટ દ્વારા તેને રાહત આપવામાં ન આવે. તમે યાદ રાખવુ જોઈએ કે, પ્રાચીન કાળથી આપણા ધ્વજને ઊંચો રાખવા માટે અનેક લોકોએ પ્રાણોની આહુતિ આપી છે. રાષ્ટ્ર ધ્વજ નિર્વિવાદ રૂપથી સમગ્ર રાષ્ટ્ર, તેના આદર્શ, આકાંક્ષા, તેની આશાઓ અને ઉપલબ્ધિઓ માટે ફરકાવવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, દાસે અનેક ફિલ્મો બનાવી છે. જમાં સ્વરા ભાસ્કર, સંજય મિશ્રા અને પંકજ ત્રિપાઠી અભિનીત 2017 માં આવેલી ‘અનારકલી ઓફ આરા’ અને 2021 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રાત બાકી હૈ’ સામેલ છે. તેણે નેટફ્લીક્સ પર આવેલી ‘શી’ નામની ફિલ્મ પણ બનાવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube