લો બોલો! ગુજરાતમાં હવે અહીં અંતિમ સંસ્કાર કરવા મોંઘા બન્યા! 20%નો વધારો ઝીંકાયો
ગાંધીનગરમાં અંતિમ સંસ્કાર માટે વપરાતા લાકડા મોંઘા બન્યા છે. મહાનગરપાલિકા દ્વારા અંતિમ સંસ્કાર માટેના લાકડાની કિંમતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અંતિમ સંસ્કારના લાકડાની કિંમતમાં 20% નો વધારો કરવામાં આવ્યો છે.
હિત્તલ પારેખ/ગાંધીનગર: મોંઘવારીના ખપ્પરમાં હવે અંતિમ સંસ્કાર કરવા પણ મોંઘા બન્યા છે. ગુજરાતના પાટણનગર ગાંધીનગરમાં હવે અંતિમ સંસ્કાર કરવા મોંઘા બન્યા છે. સાંભળીને ચમક્યાને... પરંતુ આ હકીકત છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અંતિમ સંસ્કાર માટેના લાકડાની કિંમતમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. અંતિમ સંસ્કારના લાકડાની કિંમતમાં 20% નો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે 20 કિલો લાકડાના 80 રૂપિયાની જગ્યાએ હવે સો રૂપિયા આપવા પડશે.
ગુજરાતભરમાં ફરી કાતિલ ઠંડી ભુક્કા કાઢશે, આગામી 24 કલાક બાદ અહીં વરસાદની આગાહી!
આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગરમાં અંતિમ સંસ્કાર માટે વપરાતા લાકડા મોંઘા બન્યા છે. મહાનગરપાલિકા દ્વારા અંતિમ સંસ્કાર માટેના લાકડાની કિંમતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અંતિમ સંસ્કારના લાકડાની કિંમતમાં 20% નો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે વિપક્ષ લાલચોળ થયો છે. વિપક્ષ એ અંતિમ સંસ્કાર માટેના લાકડા પરનો ભાવ વધારાના મનપાના નિર્ણયને વખોડી કાઢ્યો છે. જ્યારે મનપાના સ્ટેન્ડીગ ચેરમેને જણાવ્યું છે કે, સ્મશાનના લાકડામાં કોઈ ભાવ વધારો કરવામાં આવ્યો નથી. લોકોને તો એક રૂપિયે ટોકન પેટે જ લાકડાઓ મળશે. પણ જે લાકડા સપ્લાય કરે છે તેને મનપા દ્વારા વધારા ચૂકવામાં આવશે.
અનોખી રીતે મરચાંની ખેતી કરી ગુજરાતના ખેડૂતે કમાલ કરી દીધી! તમે પણ બની શકો છો ધનવાન!
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અનેક વખત સ્મશાનમાં વપરાતા લાકડાના ભાવ વધારવામાં આવ્યા છે. ગાંધીનગરના અંતિમધામમાં એક મૃતદેહને અગ્નિદાહ આપવા માટે જરૂરી લાકડાની કિંમત પેટે જૂનો ભાવ રૂ.750 વસૂલવામાં આવે છે. પરંતુ હવે તેમાં નવો ભાવ વધારાના કારણે મહાપાલિકા દ્વારા સંચાલક સંસ્થાને ખર્ચનું હજારો રૂપિયા ભારણ વધશે. વિપક્ષે માંગ કરી છે કે ભૂતકાળમાં લાકડાંની કિંમત માત્ર નજીવી ભાવે વસૂલાતી હતી તે ભાવ જ ચાલુ રાખવા જોઇએ. મહાપાલિકા દ્વારા લાકડા ઉપરાંતના અંતિમધામની જાળવણી, માણસોના પગાર સહિતના ખર્ચ સંચાલક સંસ્થાને આપવામાં આવે છે.
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મુદ્દે મોટા સમાચાર, FIRમાં નામ આવતા જયસુખ પટેલે ખેલ્યો દાવ