હેમલ ભટ્ટ/કોડિનાર: 27 દિવસ પહેલા કોડીનારના મૂલ દ્વારકાથી દરિયો ખેડવા ગયેલા 20 વર્ષીય યુવાન માછીમાર અજય અને તેના સાથી માછીમારો સુત્રાપાડાના દરિયામાં માછીમારી કરતા હતા. તે સમયે મોટા શિપે અકસ્માત સર્જતાં તમામ માછીમારો પાણીમાં ગરકાવ થયા હતા. એક કલાક પાણીમાં બાથ ભીડયા બાદ 4 માછીમારોનો જીવ બચી ગયો હતો. પરંતુ યુવાન માછીમાર અજય અંજની લાપતા બન્યો હતો. જેની 27 દિવસ શોધખોળ કર્યા બાદ પણ કોઈ પતો ન લાગતા આજે તેના પૂતળાની સ્મશાન યાત્રા યોજાઈ હતી.
 
કેમ પૂતળાની સ્મશાન યાત્રા યોજાઈ?
ખારવા સમાજની સદીઓ જૂની પરંપરા મુજબ સમુદ્રમાં કોઈ લાપતા બને અને શોધ ખોલ બાદ પણ તેનો કોઈજ પતો ન લાગે તો એક મહિના દિવસમાં તેને મૃત માની લેવામાં આવે છે. અને તેની આત્માની શાંતિ માટે તેમજ વિધિ મુજબ તેનું એક પૂતળું તૈયાર કરવામાં આવે છે.  આ પૂતળામાં લીલા નાળિયેર કપડું અને પહેરવાની ટોપીનો ઉપયોગ કરવામાં આવે છે. જેવી રીતે ડેથ બોડીની તમામ વિધિ કરવામાં આવે છે. તેવીજ રીતે મૃતકના નામનું બનાવેલા પૂતળાની ખારવા સમાજના વિધિ વિધાન મુજબની વિધિ કરવામાં આવે છે.


અલ્પેશ ઠાકોરને હાઇકોર્ટે આપી મોટી રાહત, રાજ્યસાભની ચૂંટણીમાં કરશે મતદાન


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવાન માછીમારની કોસ્ટગાર્ડ મરીન પોલીસ અને સ્થાનિક માછીમારોએ ખૂબ શોધખોશ કરી એટલું જ નહિ હેલિકોપ્ટરની પણ મદદ પણ લેવામાં આવી હતી. પરંતું ડેથ બોડી હાથ ન લાગતા આખરે મૂલદ્વારકા તેમના ઘરેથી તેમના પૂતળાને પાર્થિવ દેહ માની સ્મશાન યાત્રા યોજાઇ મૃતક અજયની સ્મશાન યાત્રામાં ગીર સોમનાથ અને દીવના તમામ માછીમાર આગેવાનો જોડાયા હતા. સ્મશાન યાત્રા બાદ સ્મશાન પર તેમના પૂતળાને તમામ વિધિ મુજબ અગ્નિ દાહ આપવામાં આવ્યો હતો.


લોકોની આશા અપેક્ષાઓને ચકનાચૂર કરનારું બજેટ: વિપક્ષ નેતા પરેશ ધાનાણી


જુઓ LIVE TV




 માછીમાર અને બીજેપી નેતા વેલજી ભાઈ મસાનીના કહેવા મુજબ જો કોઈ માછીમારનું અકસ્માતે મોત થાય તો તેને 4 લાખની વીમા સહાય આપવામાં આવે છે. પરંતું તે માટે ડેથ બોડી મળવી જરૂરી છે. જો કે અજયની ડેથ બોડી ન મળી એટલે તેના પરિવારને તત્કાળ બે લાખ રૂપિયાની સહાય કરવામાં આવી છે. વેલજીભાઈ મસાની અને ખારવા સમાજે માંગ કરી છે કે, જે લાલ કલરના શિપે અકસ્માત સર્જ્યો તેને ઝડપી કડકમાં કડક કાર્યવાહી થાય. સોમનાથ મરિન પોલીસમાં તે માટે જાણવા જોગ ફરિયાદ પણ આપવામાં આવી છે.