અમરેલી: અંતે બીટકોઈન મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બીટકોઈન મુદ્દે અમરેલીમાં CIDની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.  CIDની ટીમે અમરેલીની LCB કચેરી અને LCBના કર્મચારીઓને ત્યાં દરોડા પાડ્યા છે. જેમાં CIDની ટીમે અમરેલી પોલીસ હેડક્વાર્ટરમાં પણ તપાસ કામગીરી હાથ ધરી છે. બીજી બાજુ CIDની ટીમે 3 પોલીસ કર્મચારીની અટકાયત કરીને પૂછપરછ પણ હાથ ધરી છે. બંધબારણે એલ.સી.બીના કોન્સ્ટેબલોની પણ પૂછપરછ કરવામાં આવી હોવાનું કહેવાય છે. CIDની ટીમે કોઈ LCBના કર્મચારીઓ પર રેડ પાડી હોય તેવી આ પ્રથમ ઘટના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયો જોવા માટે કરો ક્લિક: આખરે અમરેલી બીટકોઈન મુદ્દે ફરિયાદ દાખલ, 3 પોલીસકર્મીની અટકાયત


અમરેલી બીટકોઈન મામલે આખરે ફરિયાદ દાખલ થઈ છે. સીઆઈડી ક્રાઈમે ફરિયાદ દાખલ કરીને એલસીબીના ઈન્સ્પેક્ટર એ એમ પટેલ સહિત 8 પોલીસકર્મીઓના ત્યાં દરોડા પાડ્યાં. પોલીસ પર દરોડા પડ્યાની આ પ્રથમ ઘટના છે. આમ આ મુદ્દે આખરે ફરિયાદ દાખલ કરીને સીઆઈડી દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે.


સીઆઇડી ક્રાઇમે LCBના ઇન્સ્પેકટર એ.એમ.પટેલ સહિત 8 પોલીસકર્મી પર દરોડા પાડવામાં આવ્યા છે. અપહરણ અને ગેરકાયદેસર ગોંધી રાખવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ પર દરોડા પાડવાની પ્રથમ ઘટના નોંધાઇ છે. આ મામલે 3 પોલીસ કર્મીઓની સીઆઇડી દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ કાર્યવાહીથી પોલીસબેડામાં ભારે ચકચાર મચી છે.


શું છે સમગ્ર મામલો?


અમરેલી પોલીસે મૂળ સૌરાષ્ટ્રના એવા સુરતના વિવાદાસ્પદ બિલ્ડર ગણાતા શૈલેષ ભટ્ટનું અપહરણ કરી ગાંધીનગર ખાતે કોઈ ફાર્મમાં લઈને મારપીટ કર્યું હોવાના આરોપ છે. આ ઉપરાંત તેમની પાસેથી જબરદસ્તીથી 12 કરોડના બીટકોઈન અન્ય  ખાતામાં ટ્રાન્સફર કરાવી લેવાયા હોવાનો આક્ષેપ છે.