આખરે પાલિકાને ભ્રમઃ જ્ઞાન થયું! નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી નહિ આપી શકનારે કર્યું એવું કામ કે...
હવે નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી નહિ આપી શકનાર વડોદરા પાલિકાને પાણીના સપ્લયારોને ત્યાં ચેકીંગ હાથ ધરવાનું ભ્રમઃજ્ઞાન આવ્યું છે. સામાન્ય રીતે આપણે જોયું હશે કે ઓફિસમાં કા તો જ્યાં પીવાના શુદ્ધ પાણીનો અભાવ છે.
હાર્દિક દીક્ષિત/વડોદરા: હાલ રાજ્યમાં કાળઝાળ ઉનાળાની શરૂઆત છે. તેવામાં નાગરિકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પાણીનો સહારો લેતા હોય છે. ત્યારે હવે નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી નહિ આપી શકનાર વડોદરા પાલિકાને પાણીના સપ્લયારોને ત્યાં ચેકીંગ હાથ ધરવાનું ભ્રમઃજ્ઞાન આવ્યું છે. સામાન્ય રીતે આપણે જોયું હશે કે ઓફિસમાં કા તો જ્યાં પીવાના શુદ્ધ પાણીનો અભાવ છે, ત્યાં નાગરિકો દ્વારા પાણીના જગ મંગાવવામાં આવતા હોય છે. ત્યારે શું તમને ખબર છે કે તમે જે પાણી પી રહ્યા છો એ ક્યાંથી આવે છે? અથવા તો પાણીના જગ વિક્રેતા દ્વારા યોગ્ય સાફ સફાઈ રાખવામાં આવે છે ખરી?
દરોડાના નામે દેખાડો
ત્યારે ડાહી સાસરે ન જાયને ગાંડીને શિખામણ આપે તેમ કોર્પોરેશન પોતાનો દૂષિત પાણીનો પ્રશ્ન હલ કરવાને બદલે આરોગ્યની આડમાં આજે શહેરમાં R.O ના પાણી વિક્રેતાના યુનિટો ઉપર સામુહિક દરોડા પાડતા ચર્ચા એ જોર પકડ્યું હતું. વડોદરા પાલિકા દ્વારા નાગરિકોના આયોગ્યની ચિંતા નાં નામે શહેરના ચાર ઝોન એટલે કે આખા વડોદરામાં વિવિધ ટીમો બનાવીને પાણીના જગ સપ્લાય કરતા વિક્રેતાઓના પ્લાન્ટ પર સામૂહિક દરોડા પાડવામાં આવ્યા હતા.
ઉનાળામાં પાણી ના જગ વિતરકોની દિવાળી
એક તરફ વડોદરા પાલિકા નાગરિકો ને પીવાનું શુદ્ધ પાણી આપવામાં નિષ્ફળ નીવડી છે.ત્યારે પાલિકા ના પાપે સેંકડો નાગરિકો પોતાના ઘર હોય કે ઓફિસ તમામ સ્થળ માટે પાણી ના જગ મંગાવવા મજબૂર બન્યા છે.જેના કારણે પાણી ના જગ વિક્રેતાઓ ને ત્યાં (ભર ઉનાળે દિવાળી) એટલે કે પૈસા કમાવવાનો મોટો અવસર આવ્યો હોય તેમ તામઝામ જોવા મળી રહ્યો છે.જેના કારણે પીવાના પાણી ની ગુણવત્તા તો ઠીક ટાંકીઓ ની સાફસફાઈ પણ સમયસર નથી કરવામાં આવતી.જેના કારણે નિર્દોષ નાગરિકો પાણીજન્ય રોગચાળા ના ભરડામાં સપડાઈ રહ્યા છે.
હાલ વડોદરા શહેર ની વાત કરવામાં આવે તો...
વડોદરામાં આશરે બે હજાર જેટલા R.O. પ્લાન્ટના યુનિટો આવેલા છે. આ તમામ R.O. પ્લાન્ટના યુનિટ ધારકો ને ઉનાળાની શરૂઆત થતા જ તેજી શરૂ થઇ ગઇ છે. સામાન્ય દિવસોમાં પ્રતિદિન 100થી 200 પાણીના જગ વેચનાર યુનિટ ધારકો હાલ રોજ ના 350થી 400 પાણીના જગ તેમજ કેપ્શુલ વેચી રહ્યા છે.
નવા સમાવિષ્ટ ગામોમાં પાણીના જગનો ધિધગતો ધંધો
વડોદરા શહેરના નાગરિકો વર્ષો થી પીવાના શુદ્ધ પાણી ની સમસ્યા થી પીડાય રહ્યા છે તેવામાં પાલિકા ની હદ માં સમાવિષ્ટ નવા સાત ગામો ના નાગરિકો ને પણ હાલાકી ભોગવવા નો વારો આવ્યો છે.શહેરને અડીને આવેલા ભાયલી,સેવાસી જેવા ગામો માં નાગરિકો ને પીવાનું પાણી તો મળી રહ્યું છે પરંતુ તેમાં ક્ષાર નું પ્રમાણ વધુ હોવાના કારણે નાગરિકો ના ઘર ની પાઇપ લાઈન બ્લોક થઇ જવી,પાણી ઓછા પ્રેશર થી મળવું,ઘર માં લગાવેલું R.O ખરાબ થઈ જવા સહિત ની સમસ્યા નું નિર્માણ થયું છે.
નજીકના ગામોમાં પણ પાણીના પ્લાન્ટનું ચેકીંગ અનિવાર્ય
નવા સમાવિષ્ઠ ગામો માં પાણી ની ગુણવત્તા ન જળવાતા અહી પણ કેટલાક પાણી ના જગ વિક્રેતાઓ બિલાડી ની ટોપ ની જેમ ઉગી નીકળ્યા છે.નવા ગામો શહેરના છેવાડે હોવાના કારણે પાલિકા દ્વારા ત્યાં કોઈ પણ પ્રકાર નું ચેકીંગ હાથ ધરાતુ નથી જેના કારણે અહીંના કેટલાક પાણીના જગ વિક્રેતાઓ દ્વારા પ્લાન્ટ ની પાણી ની ટાંકી યોગ્ય સાફસફાઈ સમયસર કરવામાં નથી આવતી તો સાથે જ પાલિકાની કોઈ લગામ ન હોવાના કારણે તમામ નિયમો નેવે મૂકી ને નાગરિકો ને પીવાનું પાણી સપ્લાય કરવામાં આવી રહ્યું છે.ત્યારે પાલિકા દ્વારા શહેર સહિત પાલિકાની હદ માં આવતા ગામો માં પણ જઈ પાણી ના પ્લાન્ટ માં ચકાસણી કરવામાં આવે તે અનિવાર્ય બન્યું છે.