અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક, એક યુવાનનું કર્યું અપહરણ
શહેરના મેમનગર વિસ્તારમાં રહેતા વ્યાજખોરોએ વઘુ પૈસાની માંગણી કરી પૈસા ન આપતા યુવાનનું અપહરણ કર્યું છે, વાડજ પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે
ઉદય રંજન/ અમદાવાદઃ અમદાવાદ કે જે ગુજરાત રાજ્યની આર્થિક રાજધાની ગણાય છે, તેમાં પણ વ્યાજખોરોનો આંતક યથાવત છે. મજુરી કામ કરતા યુવાનને 10 ટકા વ્યાજે પૈસા આપ્યા બાદ મૂળ રકમ અને વ્યાજની ચૂકવણી કરી દીધી હોવા છતાં પણ વધુ રૂપિયાની માગણી કરીને વ્યાજખોરોએ ગરીબ યુવાનનું અપહરણ કરવાનો કિસ્સો બહાર આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મેમનગર વિસ્તારમાં રહેતા અને પીઓપીની મજુરી કામ કરતા મહેન્દ્રસિંહ સિસોદિયાએ 5 મહિના અગાઉ વસ્ત્રાપુરના લાલુ ઉર્ફે બોરુ દેસાઇ, લાલા દેસાઇ પાસેથી રૂ. 3 લાખ 10 ટકાના વ્યાજે લીઘા હતા. મહેન્દ્ર સિંહે આ ત્રણ લાખ વ્યાજ સહિત ચુકવી દીઘા હતા, છતાં વ્યાજખોરો વધુ પૈસાની માંગણી કરતા હતા.
બોલો ! પોલીસના હેડક્વાર્ટરમાં પોલીસના જ વાહન સલામત નથી, તો પ્રજાનું શું?
મહેન્દ્ર સિંહએ વ્યાજખોરોને વઘુ પૈસા ન આપતા આ વ્યાજખોરો શુક્રવારના રોજ વાડજ વિસ્તારમાંથી મહેન્દ્ર સિંહનુ અપહરણ કરી લઇ ગયા હતા અને લૂંટ ચલાવી હતી. મહેન્દ્ર સિંહે આ અંગે ફરિયાદ નોંધાવી છે. મહેન્દ્રસિંહે ફરિયાદમાં જણાવ્યું છે કે, વ્યાસવાડી નજીકથી વ્યાજખોર લાલુ ઉર્ફે બોરુ દેસાઇ, લાલા દેસાઇ, અનુજ દેસાઇ મળીને ગાડીમાં અપહરણ કરીને ભાડજ નજીક અવાવરૂ જગ્યાએ લઇ જઇને વારા ફરતી માર માર્યો હતો અને તેની પાસે રહેલા રૂ.10 હજાર પડાવી લીધા હતા.
અમદાવાદની એક એવી કંપની જ્યાં તમાકુ, ગુટખાના વ્યસનીને નોકરી અપાતી નથી
ફરિયાદી મહેન્દ્રસિંહ આક્ષેપ કર્યા છે કે, વસ્ત્રાપુરમાં રહેતા વ્યાજખોરો લાલુ ઉર્ફે બોરુ દેસાઇ, લાલા દેસાઇ, અનુજ દેસાઇએ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. એટલું જ નહિ છેલ્લા ઘણા સમયથી પરિવારજનોને માનસિક ત્રાસ આપી રહ્યા છે. આ વ્યાજખોરો ગુનાઈત પ્રવૃતિઓમાં પણ સંકળાયેલા હોવાનો આક્ષેપ કરાયો છે. ફરિયાદી મહેન્દ્રસિંહ કહેવુ છે કે, ઘરમાં બીમારીના કારણે પૈસા લીધા હતા જે તમામ પૈસા વ્યાજ સાથે ચુકવી દીઘા હોવા છતાં પણ દરરોજ ઘરે આવીને ધમકી આપે છે. તેમનું રહેવું દુર્ભર બની ગયું છે.
વાડજ પોલીસ ત્રણ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોધી તપાસ શરૂ કરી છે કે, આ આરોપી ત્રણ શખ્સો પાસે નાણાધીરનારનું કોઇ લાઇસન્સ છે કે તેના વિના જ 10-10 ટકા વ્યાજે નાણા ધીરવાનો ધંધો કરી રહ્યા છે. પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.