જાણો રાજ્યના કેટલા વિસ્તારમાં કયા પાકનું થયું છે વાવેતર, આ વસ્તુના ભાવ વધશે તેના ઘટશે
રાજ્યમાં ખરીફ પાકનું વાવેતર 47.39 ટકા પર પહોંચ્યું છે. મગફળીનું કુલ 14.50 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે. ઓછા વરસાદની અસર મગફળીના વાવેતરમાં વર્તાઈ છે. ગત વર્ષ કરતા મગફળીમાં 2 લાખ હેકટર ઓછું વાવેતર થયું છે. કપાસનું 16.50 લાખ હેકટર વિસ્તારમાં 64 ટકાથી વધુ વાવેતર થયું છે.
હિતલ પારેખ/ગાંધીનગર : રાજ્યમાં ખરીફ પાકનું વાવેતર 47.39 ટકા પર પહોંચ્યું છે. મગફળીનું કુલ 14.50 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે. ઓછા વરસાદની અસર મગફળીના વાવેતરમાં વર્તાઈ છે. ગત વર્ષ કરતા મગફળીમાં 2 લાખ હેકટર ઓછું વાવેતર થયું છે. કપાસનું 16.50 લાખ હેકટર વિસ્તારમાં 64 ટકાથી વધુ વાવેતર થયું છે.
ઓછા વરસાદના કારણે ડાંગરનું વાવેતર માત્ર 7.89 ટકાએ પહોંચ્યું છે. ડાંગરનું 65,589 હેકટર વિસ્તારમાં જ વાવેતર થયું છે. ઓછા વરસાદની અસરઆમાં પણ વરતાઇ રહી છે. બાજરીનું 25.51 ટકા 43,690 હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે. મકાઈનું 40.17 ટકા 1.20 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે.
તુવેરનું 40.26 ટકા 93,534 હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે. મગનું 22 ટકા 18,451 હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે. અડદનું 43.19 ટકા 42,470 હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે. ગત વર્ષની સરખામણીએ તલનું વાવેતર ઘટ્યું છે. ગત વર્ષે તલનું વાવેતર 44,126 હેકટરમાં વાવેતર હતું. જે આ વર્ષે માત્ર 28.30 ટકા 32,424 હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે.
સોયાબીનનું 97 ટકા 1.26 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે. શાકભાજીનું 36.76 ટકા 88,947 હેકટર વિસ્તારમાં વાવેતર નિપજ્યું છે. કુલ 40 લાખ 53 હજાર હેકટર વિસ્તારમાં 47.39 ટકા વાવેતર થયું છે. અત્રે નોંધનીય છે કે, આ વર્ષે તોકતે વાવાઝોડાના કારણે સમગ્ર ગુજરાતની ખેતીની સ્થિતિ ગડબડ થઇ ચુકી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube