ગાંધીનગરઃ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટની બેઠક બાદ સરકારના પ્રવક્તા અને શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ મીડિયા સાથે વાત કરી કેબિનેટના નિર્ણયની જાણકારી આપી હતી. રાજ્ય સરકારે ગેસ સિલિન્ડર વિતરણ માટેના લાયસન્સના નિયમોમાં ફેરફાર કર્યો છે. જિતુ વાઘાણીએ કહ્યુ કે, હવે ગેસ એજન્સીઓએ લાયસન્સ લેવુ પડશે નહીં. તેમણે કહ્યું કે 1991ના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તો સરકારના પ્રવક્તા મંત્રીએ કહ્યુ કે, પીએમ નરેન્દ્ર મોદી 28 મેએ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હર ઘર તિરંગા યાત્રાનું આયોજન
જિતુ વાઘાણીએ કહ્યુ કે, રાજ્યમાં 11થી 17 ઓગસ્ટ હર ઘર તિરંગા યાત્રાનું આયોજન થશે. સેલ્ફ હેલ્પ ગ્રુપ તમામ નાગરિકો સુધી તિરંગો પહોંચાડશે. તો ગાંધીનગરમાં નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજન્યુકેશનનું આયોજન કરવામાં આવશે. 1 અને 2 જુને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં આ કોન્ફરન્સ યોજાશે. જેમાં તમામ શિક્ષણમંત્રીઓ અને સચિવોની ટીમ ભાગ લેશે. આ કાર્યક્રમમાં નેશનલ એજ્યુકેશન પોલિસી-2022ના અમલીકરણ પર ચર્ચા કરવામાં આવશે. 


કેબિનેટના નિર્ણયની માહિતી આપતા વાઘાણીએ કહ્યુ કે, કેન્દ્રની મોદી સરકારના 8 વર્ષની ઉજવણી 31 મેએ થશે. આ દિવસે કિસાન સન્માન નિધિનો 8મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થશે. દેશના તમામ જિલ્લામાં આ કાર્યક્રમ યોજાશે. પ્રભારી મંત્રીઓ અને ખેડૂતો તેમાં જોડાશે. ખેડૂતો સાથે પીએમ મોદી સંવાદ કરવાના છે. જેમાં ગુજરાતના ખેડૂતો સાથે પણ સંવાદ કરશે. 


અમિત શાહ આવશે ગુજરાતના પ્રવાસે 
જિતુ વાઘાણીએ કહ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 મેએ ગુજરાતના પ્રવાસે આવશે. તો ગૃહમંત્રી અમિત શાહ પણ ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube