* સવારે ૧૧-૦૦ કલાકથી મોડી રાત સુધી વિચાર મંથન બાદ અપાયો આખરી ઓપ 
* નીતિન પટેલે રાજ્ય સરકારના વર્ષ ૨૦૨૧-૨૨ના અંદાજપત્રને આખરી ઓપ આપ્યો
* સતત નવમી વાર ગુજરાત વિધાનસભા ખાતે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
* છેલ્લા એક અઠવાડિયાથી સમગ્ર દિવસ દરમિયાન રાજ્ય સરકારના બધા ૨૬ વિભાગો સાથે અવિરત બેઠકો યોજીને કરાયો વિચાર-વિમર્શ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રિજેશ દોશી/અમદાવાદ: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્યના નાગરિકોને જનસુખાકારી સાથે સાથે માળખાગત સવલતો પૂરી પાડવી એ જ નિર્ધાર સાથે અમે આગળ વધી રહ્યા છીએ. અમારી સરકારના દષ્ટિવંત આયોજન અને અસરકારક અમલિકરણના પરિણામે રાજ્યના નાગરિકોની અપેક્ષાઓ પણ વધે તે સ્વાભાવિક છે. અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે સમયબદ્ધ આયોજન કરીને રાજયની અવિરત વિકાસ યાત્રાને વધુને વધુ વેગવાન બનાવી છે. જેના પરિણામે ગુજરાત દેશભરમાં આજે અગ્રેસર છે.  


ભારતે શ્રીલંકાને 5 લાખ યુનિટ CORONA VACCIN મોકલી મિત્રતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું


રાજ્યના સુગ્રથિત સર્વાંગી વિકાસ માટે અંદાજપત્રની ભૂમિકા મહત્વની છે ત્યારે વર્ષ ૨૦૨૧-૨૨નું આગામી અંદાજપત્રને સંપૂર્ણ તૈયારી કરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજ્યના નાણાં મંત્રી અને નાયબ મુખ્યમંત્રી ચાલુ વર્ષે  વર્ષ ૨૦૨૧-૨૨નું અંદાજપત્ર આગામી વિધાનસભાના સત્રમાં રજૂ કરશે. અંદાજપત્રના આયોજન માટે વિભાગવાર  જે ચર્ચાઓ થઇ જેમાં  મુખ્યત્વે કૃષિ સહકાર અને પશુપાલન, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, આદિજાતિ કલ્યાણ વિભાગ, શિક્ષણ વિભાગ, ઉર્જા વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગૃહ વિભાગ, મહેસૂલ વિભાગ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ, બંદરો અને વાહનવ્યવહાર વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, માહિતી અને પ્રસારણ વિભાગ સહિતના તમામ વિભાગોના અંદાજપત્રના આયોજન માટે વિભાગવાર ૧ થી ૨ કલાક સુધી વિગતવાર ચર્ચાઓ થઇ હતી. આમ બધા વિભાગ સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કર્યા બાદ અંદાજપત્રને આખરી કરાયુ છે. 


નર્મદા સુગર ફેકટરીને ઉચ્ચરિકવરી સાથે સુદઢ નાણાકીય આયોજન માટે પ્રથમ એવોર્ડ પ્રાપ્ત


અંદાજપત્રની તૈયારીઓ માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા છેલ્લા એકાદ અઠવાડિયાથી રાજ્યના તમામ વિભાગો સાથે બેઠકોનો દોર શરૂ કરાયો હતો.. જેમાં સવારના ૧૧.૦૦ થી મોડી રાત સુધી નવી યોજનાઓ તથા આગામી વર્ષના આયોજન માટે વિસ્તૃત ચર્ચા વિચારણા, કરવામાં આવી હતી અને અંદાજપત્રને આખરી ઓપ અપાયો છે. આ ચર્ચા દરમિયાન સબંધિત વિભાગના મંત્રીઓ, સચિવઓ, વિભાગો હેઠળના વડાઓ, વિભાગો હસ્તકના નિગમોના ચેરમેન/મેનેજીંગ ડીરેક્ટર સહિત ઉચ્ચ સનદી અધિકારીઓએ સહભાગી બનીને વિસ્તૃત માહિતી પૂરી પાડીને પોતાના વિભાગના બજેટ ને તૈયાર કરવામાં ભૂમિકા પૂરી પાડી છે જેના અનુસંધાને નાયબ મુખ્યમંત્રીએ ચર્ચામાં વિભાગોના સ્થાયી ખર્ચ, ચાલુ બાબતો, નવી બાબતોની સઘન વિચારણા કરી અંદાજપત્રને આખરી ઓપ આપેલ છે. રાજ્યની નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને અંદાજપત્ર આખરી કરવાની પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે. હવે આ બાબતે માન.મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પરામર્શ કરી અંદાજપત્રને આખરી કરવામાં આવશે.  


રસીકરણ મુદ્દે હેલ્થ વર્કર્સમાં ખુબ જ ઉત્સાહ, એક દિવસમાં રેકોર્ડ 762 લોકોએ રસી લીધી


અત્રે ઉલ્લેખનીય છે કે, નાયબ મુખ્યમંત્રીએ વર્ષ ૨૦૦૨-૦૩માં ૨૭મી ફેબ્રુઆરી ૨૦૦૨, વર્ષ ૨૦૧૩-૧૪માં ૨૦મી ફેબ્રુઆરી-૨૦૧૩, વર્ષ ૨૦૧૪-૧૫ (લેખાનુદાન) ૨૧મી ફેબ્રુઆરી-૨૦૧૪, વર્ષ ૨૦૧૭-૧૮માં ૨૧મી ફેબ્રુઆરી-૨૦૧૭, વર્ષ ૨૦૧૮-૧૯માં ૨૦ ફેબ્રુઆરી-૨૦૧૮, વર્ષ ૨૦૧૯-૨૦માં(લેખાનુદાન)૧૯મી ફેબ્રુઆરી – ૨૦૧૯, વર્ષ ૨૦૧૯-૨૦માં (ફેરફાર કરેલ) ૨જી જુલાઇ-૨૦૧૯, વર્ષ ૨૦૨૦-૨૧માં ૨૬મી ફેબ્રુઆરી-૨૦૨૦ના રોજ રાજ્યનું અંદાજપત્ર વિધાનસભા ખાતે રજૂ કર્યુ હતુ અને આ વર્ષ ૨૦૨૧-૨૨નું અંદાજપત્ર ૩જી માર્ચ ૨૦૨૧ના રોજ રજૂ કરવામાં આવનાર છે. આમ નાણાં મંત્રી તરીકે રાજ્યના નાયબ મુખ્યમંત્રી સતત નવમી વાર રાજ્યનું અંદાજપત્ર નાગરિકો માટે રજૂ કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube