જાણો આકાશમાં જોવા મળેલા ચાર અગનગોળા શું હતા? આ રહી સમગ્ર અને સચોટ માહિતી
સમગ્ર ગુજરાતમાં શનિવારે સાંજે 8 વાગ્યાની આસપાસ એક ચમકદાર જ્યોત ઝડપથી નીચે આવી રહી હોવાનું દેખાયું હતું. તેજસ્વી અગનગોળો આકાશમાંથી પૃથ્વી તરફ ઝડપથી આવી રહ્યો હતો. આ દ્રશ્ય જોઇને ગ્રામ્ય વિસ્તારનાં લોકોમાં ડર, શ્રદ્ધા અને કુતુહલ મિશ્રિત લાગણીઓ જોવા મળી હતી. કેટલાક લોકો નવરાત્રી ચાલી રહી હોવાનાં કારણે માતાજી રથ લઇને નિકળ્યાં તેવું કહીને દર્શન કરવા લાગ્યાહ તાઅને પૃથ્વી પર દંડવત થઇને જ્યોતના દર્શન કરવા લાગ્યા હતા.
અમદાવાદ : સમગ્ર ગુજરાતમાં શનિવારે સાંજે 8 વાગ્યાની આસપાસ એક ચમકદાર જ્યોત ઝડપથી નીચે આવી રહી હોવાનું દેખાયું હતું. તેજસ્વી અગનગોળો આકાશમાંથી પૃથ્વી તરફ ઝડપથી આવી રહ્યો હતો. આ દ્રશ્ય જોઇને ગ્રામ્ય વિસ્તારનાં લોકોમાં ડર, શ્રદ્ધા અને કુતુહલ મિશ્રિત લાગણીઓ જોવા મળી હતી. કેટલાક લોકો નવરાત્રી ચાલી રહી હોવાનાં કારણે માતાજી રથ લઇને નિકળ્યાં તેવું કહીને દર્શન કરવા લાગ્યાહ તાઅને પૃથ્વી પર દંડવત થઇને જ્યોતના દર્શન કરવા લાગ્યા હતા.
ગુજરાતમાં નવરાત્રીના દિવસે માતાજી રથ લઇને નિકળ્યાં કે પછી એલિયન પૃથ્વી પર આવી ગયા?
જો કે નિષ્ણાંતોના મતે આ સ્પેસ ડેબ્રિશ એટલે કે પૃથ્વી પરથી અવકાશમાં મોકલાયેલા ઉપગ્રહોનો કચરો હોઇ શકે છે. અવકાશમાં રહેલા કૃત્રિમ ઉપગ્રહો ઘણીવાર આ રીતે પૃથ્વી પર પરત ફરતા હોય છે. આ ઉપરાંત વિશાળકાય ઉલ્કા પડે તેવી સ્થિતિમાં પણ આ વસ્તું જોવા મળે છે. સમગ્ર ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના અનેક વિસ્તારો આ આકાશી નજારો જોવા મળ્યો હતો. જો કે ધીરે ધીરે આ અગનગોળો જેમ જેમ નીચે જોવા મળ્યો તેમ તેમ ચાર વિશાળ ટુકડા થયા હતા.
GUJARAT CORONA UPDATE: 11 નવા કેસ, 16 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી
આ અંગે નિષ્ણાંતોના અનુસાર અમે અવારનવાર કહેતા રહ્યા છીએ કે, અવકાશમાં કૃત્રિમ ઉપગ્રહ નકાસામા થઇ જાય તો તે પૃથ્વી પર પડે છે. જેને સ્પેસ ડેબ્રિશ કહે છે. આ અગનગોળો બે ભાગમાં વહેંચાઇ જાય છે. સ્પેસ ડેબ્રિશ જોવા મળે છે. હાલ તો પ્રાથમિક દ્રષ્ટિએ આ ઉલ્કાપીંડ હોવાનું લાગી રહ્યું છે. આનાથી ગભરાવાની જરૂર નથી. તંત્ર દ્વારા તપાસ ચલાવાઇ રહી છે અને શું છે તે અંગે સ્પષ્ટ જવાબ મળી જશે. ત્યાં સુધી લોકોએ અફવાઓથી દુર રહેવું જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube