અમરેલી: રાજુલામાં રહેતા નિવૃત DYSPના ઘરમાંથી હરણની ખોપડી મળી
રાજુલામાં રહેતા નિવૃત ડીવાયએસપીના ઘરમાંથી હરણની ખોપડી તથા 4 શિંગડા મળી આવતા વન વિભાગ દોડતુ થયું છે. નિવૃત ડીવાયએસપી જે.એમ ઠાકરના ધરમાંથી ગેરકાયદેસર રીતે હરણની ખોપડી અને તેના 4 જેટલા શિંગડા શોપીસ બનાવી ઘરમાં રાખ્યા હતા. જેના કારણે વન વિભાગે દંડ ફટકારીને વધુ તપાસ હાથ ધરી છે.
કેતન બગડા/અમરેલી: રાજુલામાં રહેતા નિવૃત ડીવાયએસપીના ઘરમાંથી હરણની ખોપડી તથા 4 શિંગડા મળી આવતા વન વિભાગ દોડતુ થયું છે. નિવૃત ડીવાયએસપી જે.એમ ઠાકરના ધરમાંથી ગેરકાયદેસર રીતે હરણની ખોપડી અને તેના 4 જેટલા શિંગડા શોપીસ બનાવી ઘરમાં રાખ્યા હતા. જેના કારણે વન વિભાગે દંડ ફટકારીને વધુ તપાસ હાથ ધરી છે.
સાંજના સમયે સુરેન્દ્રનગર સાયલા તાલુકામાં આવ્યા ભૂકંપની આંચકા, લોકો દોડ્યા ઘરની બહાર
નિવૃત પોલીસ અધિકારી ઘરમાંથી હરણની ખોપડી અને શિંગડાઓ મળી આવાતા પંથકમાં રાજકારણ ગરમાયું છે. મહત્વનું છે, કે રાજુલા રેન્જના આર.એફઓ રાજલ પાઠક દ્વારા અંગત બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે એક નિવૃત પોલીસ અધિકારીનો શોખ જ તેમને ભારે પડ્યો છે. અને હવે તેમને 25000 જેટલો દંડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વહુએ બોથડ પદાર્થ મારી વૃદ્ધ સાસુની કરી હત્યા, દિકરીની લીધી હતી મદદ
મહત્વનું છે, કે અમરેલી અને જૂનાગઢના જંગલમાં મોટ સંખ્યામાં વન્યપ્રાણીઓના શિકારની ઘટના અવાર નવાર બનતી હોય છે. ત્યારે કોઇ નિવૃત પોલીસ અધિકારીઓ દ્વારા જ આ પ્રકારે વન્ય પ્રાણીઓની ખોપરી જેવી ચીજ વસ્તુઓમાં રાખતા પોલીસ તંત્રમાં પણ આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.