ચેતન પટેલ/સુરત :આપના નેતા ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ સુરતના ઉંમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ભાજપમાં નેતાઓ વિરુધ અશોભનીય શબ્દોનો પ્રયોગ કરવાને પગલે આ ફરિયાદ નોંધાઈ છે. ભાજપના કાર્યકર્તા પ્રતાપ જીરાવાલાએ આ ફરિયાદ નોંધાવી છે. જેમાં ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ ૪૬૯, ૫૦૦, ૫૦૪ કલમ લગાવાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હર્ષ સંઘવીને કહ્યા હતા ડ્રગ્સ સંઘવી
ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સામે ઉચ્ચાયેલા શબ્દો અંગે ગોપાલ ઈટાલિયા સામે ફરિયાદ દાખલ થઈ છે. એક નિવેદમાં હર્ષ સંઘવીને ગોપાલ ઈટાલિયાએ ડ્રગ્સ સંધવી કહ્યા હતા. તેમજ ગોપાલ ઈટાલીયાએ ભાજપના પ્રદેશ પ્રમુખને પણ 'બૂટલેગર' તરીકે પણ સંબોધન કર્યું હતું. ત્યારે સોના-ચાંદીના વેપારી પ્રતાપભાઈ ચોડવડિયા(જીરાવાલા)એ બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે. 


આ પણ વાંચો : ગુજરાતમાં હાલ દરેક પાર્ટીનું એક જ ટાર્ગેટ ‘મિશન OBC’, રીતસરની હોડ લાગી  


સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા સામે FIR દાખલ કરવામાં આવી છે. જે મુદ્દે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નિવેદન આપ્યું હતું કે, શું ગુજરાતમાં ડ્રગ્સ નથી પકડાતું ? ફરિયાદો તો દાખલ કરશે અને હજુ તો CBI અને ED પણ આવશે. આ મુદ્દે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ કહ્યું હતું કે, મારી વાતને લઈને એફ.આર.આઈ દાખલ કરવામાં આવી છે. અદાણી પોર્ટ પરથી ડ્રગ્સ સપ્લાય થાય છે .લઠ્ઠાકાડને લઈને પણ કર્યા આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, ગૃહમંત્રીએ ડ્રગ્સ આવતું રોકવુ જોઈએ. ભાજપને આમ આદમી પાર્ટીનો ડર લાગે છે. અમે કોઈથી ડરતા નથી. હું પોલીસને અભિનંદન આપું છે. કેમ ગુજરાતમાં વારંવાર ડ્રગ્સ પકડાય છે. રાજ્યના ગૃહ મંત્રીના પણ કાળા હાથ હોઈ શકે છે તેવો આરોપ લગાવ્યો હતો. 


ઉલ્લેખનીય છે કે, હાલ આમ આદમી પાર્ટી ગુજરાતમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતમાં સત્તારુઢ ભાજપ સરકાર પર સતત શાબ્દિક પ્રહારો કરી રહ્યાં છે.