ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટનાં ક્રિપ્ટો કરન્સીના નામે છેતરપિંડી થયાનો આક્ષેપ થયો છે. રાજકોટના કિશન પુજારા નામના ફરિયાદી દ્વારા રાજકોટના પ્રતિષ્ઠિત બાલાજી વેફર્સ પરિવારના ભ્રુગેશ વિરાણી અને ભાવેન વિછીં તથા તેઓના મળતિયાઓ દ્વારા ક્રિપ્ટો કોઇન આપીને 15 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ થયો છે. આ શખ્સોએ એક વર્ષમાં ક્રિપ્ટો કોઇનના ભાવ ઉંચા જવાથી વળતર મળશે તેવો દાવો કર્યો હતો પરંતુ વખત જતા આ કોઇન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય ન હોવાનું સામે આવતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરેલી જિલ્લામાં સતત ભૂકંપના આંચકાથી ફફડાટ, છેલ્લા 24 કલાકમાં 6 વાર ધરા ધ્રૂજી 


જો કે સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા આ અંગેની ફરિયાદ લેવામાં ન આવતા કિશન પુજારાએ હાઇકોર્ટમાં રીટ પિટીશન દાખલ કરી હતી.જેમાં હાઇકોર્ટે સાયબર ક્રાઇમ પોલીસને આ કેસની ફેર તપાસ કરવા આદેશ કર્યો છે.


કિશનના વકીલે પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે, સાઇબર ક્રાઇમ અને ક્રાઈમ બ્રાન્ચ દ્રારા અમારા અસીલ ફરિયાદી હોવા છતા તેઓની અટકાયત કરીને પુછપરછ કરી હતી અને કોર્ટનો નિર્દેશ હોવા છતા પોલીસ ફરિયાદ નોંધતી નથી. આ કૌંભાડ અંદાજિત 500 કરોડનું છે. આ કેસમાં આગામી દિવસોમાં પોલીસ ફરિયાદ દાખલ નહિ કરે તો કોર્ટના આદેશના અનાદર બદલ ફરી હાઇકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે. 


નસીબની બલિહારી! સરકાર સામે પડેલી ત્રિપુટી હવે વિધાનસભા ગૃહમાં, પાક્કા નેતા બની ગયા


શુ છે સમગ્ર કેસ?
રાજકોટમાં રહેતા કિશન દિલીપભાઈ પુજારાએ છ મહિના પહેલા ભૃગ્રેશ વિરાણી, ઠેકા કાફે, ભાવિન વિછીં, જીએસટી ઓફીસરના પુત્ર મિલન પોરિયા અને તેના મળતીયાઓ વિરૂદ્ધ ક્રિપ્ટો કરન્સીની છેંતરપીંડી કરેલી તેમજ રીઝર્વ બેંકની કોઈ પરમીશન લીધા વિના વહીવટ કર્યો છે.  આ અંગે રાજકોટ ક્રાઈમે તપાસ કરી આરોપીઓ તેમજ મળતીયાઓ સામે પગલા લેવા ફરિયાદ કરી છે. જેમાં સાયબર ક્રાઈમે છ મહિના જેટલો સમય વીતવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરી ન હતી.


કોંગ્રેસ સાથે બેસીને ભાજપ માટે થપથપાવી રહ્યાં છે પાટલીઓ, આ નેતાઓની હાલત કફોડી


જેથી કિશન પુજારાએ આ અંગે હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી. જે અનુસંધાના હાઈકોર્ટે રાજકોટ સાયબર ક્રાઈમને નોટીસ ફટકારી હતી અને સાયબર ક્રાઈમ વિભાગને એફઆઈઆર નોંધી યોગ્ય કાર્યવાહી કરવાનો હુકમ કર્યો હતો.