મૌલિક ધામેચા/ અમદાવાદ : શહેરના હાથીજણ રિંગ રોડ પર આવેલી ફાર્માસ્યુટિકલ કંપનીમાં આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગાની ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઇ હતી. આ ઘટનામાં દીવાલ પડી જતા 5 લોકો દટાયા હતા અને ઇજાગ્રસ્ત બન્યા હતા. હાલ આ તમામ ઇજાગ્રસ્તોને એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે રિંગ રોડ પર ટ્રાફીક જામની સમસ્યા સર્જાઇ હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube