વડોદરા : શહેરનાં ગોત્રી વિસ્તારમાં આવેલા રત્નદીપ ડૂપ્લેક્સ નામનાં એક મકાનમાં દીવાનાં કારણે આગ ભડકી ઉઠી હતી. બિલ્ડિંગનાં બીજા ફ્લોર પર આગનાં કારણે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. મકાનનાં બીજા માલે આગ જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગમાંથી ધૂમાડાનાં ગોટે ગોટા નિકળવા લાગ્યા હતા. જેના કારણે સમગ્ર બિલ્ડિંગમાં અફડા તફડી મચી ગઇ હતી. જો કે મકાનનાં સભ્યો સમયસર બહાર નિકળી જતા કોઇ જાનહાની થઇ નહોતી. ઘટનાને પગલે લોકોનાં ટોળે ટોળા એકઠા થવા લાગ્યા હતા. ફાયર વિભાગને તત્કાલ જાણ કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે રજૂ કરાયું AMCનું રૂ. 9685 કરોડનું કરવેરાના બોજા વગરનું બજેટ, શું છે ફાયદો? જાણવા કરો ક્લિક
ફાયર વિભાગનાં અનુસાર મંદિરમાં દીવો પકટાવવામાં આવ્યો હતો. જેમાં વધારે ઘી હોમવાનાં કારણે દીવાની જ્યોત મોટી થઇ ગઇ હતી. જેના કારણે મંદિર અને ત્યાર બાદ સમગ્ર ઘરમાં આગ ફેલાવા લાગી હતી. જો કે વડીવાડી ફાયર સ્ટેશનનાં જવાનો દ્વારા કોલ મળ્યા બાદ તત્કાલ કાર્યવાહી કરતા આગ પર કાબુ મેળવી લેવાયો હતો. ઘટનામાં કોઇ જાનહાની થઇ નહોતી. જો કે બિલ્ડિંગમાં પણ પ્રકારની ફાયર સામગ્રી નહી હોવાનાં કારણે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. હાલ તો ફાયર વિભાગ દ્વારા આગને કાબુમાં લઇ લેવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube