સુરત : સચિન GIDC વિસ્તારમાં આવેલી અતર બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ચાલુ ફેક્ટરીએ આગ લાગી જતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવા અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ફાયર બ્રિગેડ દ્વારા હાલ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા અંગે પ્રયાસ કરાઇ રહ્યા છે. અત્તર બનાવતી કંપનીમાં કામકાજ ચાલુ હતું તે દરમિયાન આગ ફાટી નિકળી હતી. આગ પ્રચંક હોવાને કારણે અંદર કામકાજ કરતા લોકો દોડી આવ્યા હતા. કામદારોમાં ડરનો માહોલ પેદા થયો છે. આ આગના પગલે આસપાસની કંપનીઓમાં પણ ડરનો માહોલ પેદા થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતોને દિવસે વિજળી આપવાનો અનોખો વિચાર આખા હિન્દુસ્તામાં ગુજરાત સરકારે કર્યો છે


એકે રોડ પર લબ્ધી મીલમાં આગની ઘટના બાદ ઉધનાના ગોડાઉનમાં આગ લાગી હોવાનો કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની 15 ગાડીઓ તત્કાલ સ્થળ પર પહોંચી ગઇહ તી. આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો શરૂ કર્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. ઘટનામાં પ્લાસ્ટિક ફોઇલનો જથ્થો બળી ખાક થઇ ગયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube