અમદાવાદ: જગતપુરના ગણેશ જીનેસિસ ફ્લેટમાં ભીષણ આગ, મહિલાનું મોત
અમદાવાદમાં આગ : ગોતા વિસ્તારમાં આવેલી એક બિલ્ડીંગના પાંચમાં માળે એક ઘરમાં ભીષણ આગ લાગી છે. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ફાયર બ્રિગેડની 10થી વધુ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે
મૌલિક ધામેચા/અમિત રાજપુત- અમદાવાદ: અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી એક બિલ્ડીંગના પાંચમા માળે એક ઘરમાં ભીષણ આગ લાગી છે. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ફાયર બ્રિગેડની 10થી વધુ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનામાં અંજનાબેન મહેશભાઈ પટેલ (50 વર્ષ)નું મોત થયું છે. જ્યારે અન્ય 8થી વધુ લોકોને સારવાર માટે સોલા સિવિલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં એસીનું કોમ્પ્રેસર ફાટતા આગ લાગી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
વધુમાં વાંચો:- સરકારને યોગ્ય નીતિ ઘડવા કેગની ટકોર, જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં રૂ. 3813 કરોડની ખોટ
પ્રાપ્ત માહિતી અનુસાર ગોતા નજીક આવેલા જગતપુર વિસ્તારમાં આવેલી ગણેશ જીનેસિસ બિલ્ડીંગના છઠ્ઠા માળે એક ઘરમાં એસીનું કોમ્પ્રેસર ફાટતા આગ લાગી છે. આ ભીષણ આગ છઠ્ઠા માળથી નવમાં માળ સુધી પ્રસરી ગઇ છે. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની 10થી વધુ ટીમો અને 11 એમ્બ્યૂલન્સ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી.
નલિયા કાંડ: વિધાનસભામાં છેવટે રિપોર્ટ મૂકાયો, ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર...
સુરત જેવી આગની ઘટનાથી અમદાવાદમાં પણ ફફડાટ ફેલાયો છે. સુરતની ઘટનામાં ફાયર ટીમ પાસે અદ્યતન સાધનોની કમી હતી પરંતુ અહીં સ્થિતિ વિપરીત છે. અમદાવાદ ટીમ પાસે અદ્યતન સાધનો તો છે પરંતુ એને સારી રીતે ઓપરેટ કરનાર ઓપરેટર ન હોવાની સ્થિતિ પણ સામે આવી છે. સ્કાયલિફ્ટ હોવા છતાં તે ઓપરેટ ન કરી શકાતાં ફાયર જવાનો દ્વારા મેન્યુઅલી રીતે ફસાયેલા લોકોને બચાવાયા હતા.
જુઓ Live TV:-