ફાયર સેફટીના સાધનો ના અભાવે ફાયર વિભાગે 2 હોસ્પિટલ કરી સીલ
ક્ષશીલા અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ દ્વારા એક પછી એક કડક કાર્યવાહી કરવામા આવી રહી છે. ત્યારે મોડી રાત્રે ઉધનામા આવેલી પાર્ક અને વર્ધમાન હોસ્પિટલ સહિત 170 જેટલી દુકાનો ફાયર સેફટીના અભાવે સીલ કરવામા આવી હતી.
ચેતન પટેલ, સુરત: તક્ષશીલા અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ દ્વારા એક પછી એક કડક કાર્યવાહી કરવામા આવી રહી છે. ત્યારે મોડી રાત્રે ઉધનામા આવેલી પાર્ક અને વર્ધમાન હોસ્પિટલ સહિત 170 જેટલી દુકાનો ફાયર સેફટીના અભાવે સીલ કરવામા આવી હતી.
વધુમાં વાંચો:- અલ્પેશ ઠાકોરને મંત્રી પદ મળશે તો 3થી વધારે ટર્મ ચૂંટાયેલા BJPના ધારાસભ્યોનું શુ?
સુરત તક્ષશિલા અગ્નિકાંડ ઘટના બાદ ફાયર અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શાળા, ક્લાસીસ, કોમ્પલેક્ષ સહિત એક પછી એક દુકાનોને સીલ કરવામાં આવી રહી છે ત્યારે મોડી રાતે ઉધના વિસ્તારમા આવેલા મહાલક્ષ્મી આર્કેટની વર્ધમાન અને પાર્થ હોસ્પિટલ સહિત 170 જેટલી દુકાનોને સીલ મારવામા આવી હતી.
વધુમાં વાંચો:- સરકારી હોસ્પિટલોમાં અંધારામાં ‘ઇમરજન્સી સેવા’ ભગવાન ભરોસે
આ બંને હોસ્પિટલમા સારવાર લઇ રહેલા દર્દીઓને સહીસલામત રીતે બહાર સહીસલામત રીતે કાઢી હોસ્પિટલને પણ સીલ મારવામા આવી હતી. અગાઉ તમામને ફાયર સેફટી અંગે નોટિસ પાઠવવામા આવી હતી. તેમ છતા ફાયર સેફટીના સાધનો નહિ લગાવવામા આવતા દુકાનો સીલ કરવામા આવી હતી.
જુઓ Live TV:-