અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદના પોશ વિસ્તાર પ્રહલાદ નગરના પ્રખ્યાત દેવ ઓરમ બિલ્ડિંગમાં ગઈકાલે આગ લાગી હતી. ફાયર બ્રિગેડે બિલ્ડીંગમા ફસાયેલા 100થી વધુ લોકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા હતા. આ ઘટના બાદ AMCએ સમગ્ર ઇમારતને સીલ કરી હતી. પરંતુ સીલની કામગીરીમાં એક રેસ્ટોરન્ટમાં 4 કર્મચારીઓ અંદર જ પૂરાઈ ગયા હતા. સવારે તેમને બહાર કાઢવામાં આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AMCની સીલની કામગીરીમાં પૂરાયા કર્મચારીઓ
અમદાવાદના પોશ વિસ્તાર એવા પ્રહલાદનગર રોડ પર આવેલી દેવ ઓરમ બિલ્ડીંગમાં આગ લાગવાની ઘટના બાદ મ્યુનિસિપલ તંત્ર સફાળુ જાગ્યું છે. દેવ ઓરમ બિલ્ડીગમાં ફાયરસેફ્ટીની સિસ્ટમ એક્ટિવ ન હોવાના કારણે અને ફાયર એનઓસી ન હોવાના કારણે એએમસી તંત્રએ સિલીંગની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં દેવઓરમ બિઝનેસ ઇમારતના તમામ 3 બ્લોકના 280 ઓફિસ યુનિટ તેમજ 48 કિર્મશિયલ યુનિટ સીલ કરી દીધા છે. મધરાતે હાથ ધરાયેલી સિલીંગ કામગીરી દરમ્યાન એક રેસ્ટેરન્ટમાં 4 જેટલા કર્મચારીઓ પુરાઇ ગયા હતા. જેની જાણ સવારે થઈ હતી. આ જાણ થતા જ સવારે તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા. સિલીંગની કામગીરીને કારણે વિવિધ હોટલો, હોસ્પિટલ અને બેંકો સહિતનો સ્ટાફ પરેશાન થતા તેઓએ તંત્ર સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કર્યો. 


[[{"fid":"209737","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"AhmFire.JPG","field_file_image_title_text[und][0][value]":"AhmFire.JPG"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"AhmFire.JPG","field_file_image_title_text[und][0][value]":"AhmFire.JPG"}},"link_text":false,"attributes":{"alt":"AhmFire.JPG","title":"AhmFire.JPG","class":"media-element file-default","data-delta":"1"}}]]


પૂર આવ્યા બાદ પાળ બાંધવા નીકળ્યું ફાયર બ્રિગેડ
તો દેવ ઓરમ બિલ્ડીંગમાં આગનો બનાવ બન્યા હાદ ફાયરબ્રિગેડ દ્વારા શહેરના અન્ય વિસ્તારની હાઇરાઇઝ ઇમારતોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે. શહેરની હાઈરાઈઝ બિલ્ડીંગોમાં ચેકિંગ કરીને ફાયર સેફ્ટી સિસ્ટમ કાર્યરત છે કે નહિ તેની તપાસ કરાશે. જે અંતર્ગત પંચવટી વિસ્તારની સેન્ટર પોઇન્ટ ઇમારતમાં પણ ચેકીંગ હાથ ધર્યુ.