• આ આગના લપેટામાં કોમ્પ્લેક્સના કેમ્પસમાં મૂકાયેલા કેટલાક વાહનો પણ આવ્યા હતા. શ્યામ શિખર ટાવરના પ્રાંગણમાં પાર્ક કરાયેલા વાહનો પણ ભીષણ આગમાં બળીને ખાખ થયા હતા. આગ બાદ વાહનોનો કાટમાળ જોવા મળ્યો હતો


ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદમાં આગ લાગવાની ઘટનાનો સિલસિલો હજી પણ યથાવત છે. આજે વહેલી સવારે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલ શ્યામ શિખર બિલ્ડીંગમાં આગ (ahmedabad fire) લાગી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે, આગના લપેટામાં 15 થી દુકાનો આવી ગઈ હતી. ફાયર વિભાગની 6 થી વધુ ગાડીઓના કાફલાએ ઘટનાસ્થળે પહોંચીને આગ બૂઝાવી હતી. ત્યારે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોબાઈલ હબ તરીકે ઓળખાતા કોમ્પ્લેક્સમાં આગ
બાપુનગરના ટોલનાકા ચાર રસ્તા પાસે શ્યામ શિખર કોમ્પ્લેક્સ આવેલું છે. આ કોમ્પ્લેક્સમાં મોબાઈલ વેચવાથી લઈને રિપેરીંગની અનેક દુકાનો આવેલી હોવાથી તે મોબાઈલ હબ તરીકે ઓળખાય છે. ત્યારે કોમ્પ્લેક્સમાં વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. જેમાં કેટલીક મોબાઈલની દુકાનોની સાથે એટીએમ સેન્ટર પર આગની લપેટામાં આવી ગયું હતું. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી, અને જોતજોતામાં બધે પ્રસરી ગઈ હતી. લગભગ 15થી વધુ દુકાનો આગના લપેટામાં આવી હતી. દુકાનોમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. 


આ પણ વાંચો :  બનવા માંગતી હતી ડોક્ટર, પણ આ યુવતીના નસીબમાં કંઈ અલગ જ લખાયું હતું



રહેણાંક વિ્સ્તારમાં આગથી રહીશોમાં ફફડાટ 
જોકે, આગ કેવી રીતે લાગી હતી તે હજી માલૂમ પડ્યું નથી. પણ ફાયર બ્રિગેડની ટીમે સફળતાપૂર્વક આગ પર કાબૂ મેળવ્યો હતો. બાપુનગરનો આ વિસ્તાર રહેણાંક એરિયા હોવાથી આસપાસના રહીશોનો જીવ પણ તાળવે ચોંટ્યો હતો. આગ કાબૂમા આવતા લોકોને શાંતિ થઈ હતી.  


જોકે, આ આગના લપેટામાં કોમ્પ્લેક્સના કેમ્પસમાં મૂકાયેલા કેટલાક વાહનો પણ આવ્યા હતા. શ્યામ શિખર ટાવરના પ્રાંગણમાં પાર્ક કરાયેલા વાહનો પણ ભીષણ આગમાં બળીને ખાખ થયા હતા. આગ બાદ વાહનોનો કાટમાળ જોવા મળ્યો હતો. 


આ પણ વાંચો :  ‘જિંદગી જીવવી અઘરી છે...’ આટલા શબ્દો લખીને સુરતની મહિલા PSIએ કરી આત્મહત્યા