રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટના આજી GIDC વિસ્તારમાં આવેલી મેસ્કોટ કેમિકલ ફેકટરીમાં આજે બપોરે લાગેલી આગ પર 3 કલાકની ભારે જહેમત બાદ કાબુ મેળવાયો હતો. કંડલાથી આવેલું કેમિકલ ટેન્કર ખાલી કરતા સમયે આગ લાગવાની આ દુર્ઘટના બની હતી. કેમિકલ ફેક્ટરી હોવાના કારણે જોત જોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના કારણે ફાયર બ્રિગેડ દ્વારા 'બ્રિગેડ કોલ' જાહેર કરાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગ પર કાબુ મેળવવા માટે 15 ફાયર ફાઈટર કામે લાગ્યા હતા અને સાથે જ 2 જેસીબી મશીનની પણ મદદ લેવામાં આવી હતી. ફાયર બ્રિગેડ દ્વારા કેમિકલ પર સતત ફોમનો મારો કરાયો હતો. આ આગ પર કાબુ મેળવવાની કાર્યવાહી દરમિયાન ચીફ ફાયર ઓફિસર રહી ફાયહ બ્રિગેડના 7 જવાનો ઘાયલ થયા હતા. કેમિકલ ફેક્ટરીમાં વાપરવામાં આવતું કેમિકલ અત્યંત જ્વલનશીલ હોવાના કારણે હજુ 24 કલાક સુધી તંત્ર સાબદું રહેશે. 


સુરત : ચાર દીકરીઓ બાદ જન્મેલા જોડિયા બાળકોનો આંગણવાડીમાં આપેલી રસીને કારણે ભોગ લેવાયો


સેપ્ટ યુનિવર્સિટીની મારામારીની ઘટના વિશે આનંદીબેન પટેલના પૌત્ર ધર્મ પટેલે લખી લાંબીલચક પોસ્ટ


વિકરાળ આગને પગલે કંપનીની આસપાસના વિસ્તારને કોર્ડન કરી લેવાયો હતો. તેમજ ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા બિગ્રેડ કોલ જાહેર કર્યો હતો. આગને પગલે પીજીવીસીએલના અધિકારીઓ, પોલીસ સ્ટાફ, મનપા અધિકારી તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 


આગ પર કાબૂ મેળવવાના કામગીરીમાં ચીફ ફાયર ઓફિસર સહિત ફાયર બ્રિગેડના 7 જવાનોને કેમિકલની અસર થઈ હતી, જેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. મેહુલ ઝીંઝુવાડિયા, સંજય જાદવ, હરેશ શિયાળા અને ઇન્દ્રીશ રાવમાં નામના જવાનોને હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :