વડોદરા :વડોદરા (Vadodara) ના નવાયાર્ડ વિસ્તારમાં આવેલ નેશનલ કેમિકલ કંપનીમાં આજે સવારે એકાએક આગ (Fire) ફાટી નીકળી હતી. જોકે, ફાયર બ્રિગેડના મહત્તમ પ્રયાસો છતા પણ આ આગ હજી પણ કાબૂમાં આવી શકી નથી. ગોડાઉનમાં જ્વલનશીલ કેમિકલ ભરેલુ હતું. જેને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર બ્રિગેડ (Fire Brigade) ની 10 થી વધુ ગાડીઓએ સતત આગ પર ફોર્મનો મારો ચલાવ્યો હતો, જેના બાદ પણ આગ કાબુમાં આવી નથી. ફાયર ઓફિસર ઓમ જાડેજાએ કહ્યું કે, ફાયર બ્રિગેડની 16થી વધુ ગાડીઓ તાત્કાલિક દોડાવાઈ હતી. ગોડાઉનમાં અંદાજે 5000 મેટ્રિક ટન કેમિકલ હોવાનું અમારુ અનુમાન છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિલીઝના ચાર દિવસ બાદ ‘હેલ્લારો’ સામે નોંધાઈ ફરિયાદ, ફિલ્મમાં જાતિવાચક શબ્દોનો થયો છે ઉપયોગ...


રહેણાંક વિસ્તારમાં કેમિકલની તીવ્ર વાસ ફેલાઈ
આ ઘટનાને પગલે કંપનીના સંચાલકો કંપની પર પહોંચ્યા હતા. રહેણાક વિસ્તારમાં આગ લાગી હોવાથી આસપાસના રહેવાસીઓને સતર્ક કરાયા હતા, જેથી કોઈ જાનહાનિ ન થાય. કેમિકલને કારણે વાતાવરણમાં કેમિકલની વાસ ચારેતરફ ફેલાઈ ગઈ છે, જેથી તેની તીવ્ર વાસથી લોકો પરેશાન થયા છે. તો બીજી તરફ, ફાયર બ્રિગેડના અધિકારી પાર્થ બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે, જો આ આગ કાબૂમાં નહિ આવે તો બિલ્ડિંગ તોડી પડાશે.  


Airport Updates : અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, તો સુરતમાં 11 ફ્લાઈટ મોડી પડી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube