ઉમેશ પટેલ/વલસાડ :વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાળા ગામ નજીક નેશનલ હાઇવે 48 પર કન્ટેનરમાં આગ લાગી હતી. 2 કલાકની ભારે 6 જેટલી ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. કન્ટેનરમાંથી રૂમ ફ્રેશનરના ટીન ફૂટતા ફાયર આગે મોટું સ્વરૂપ પકડાયુ હુતં. જેને કારણએ 2 કલાક સુધી મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે 48 સુરક્ષાના ભાગ રૂપે બંધ કરવામાં આવ્યા હતો. મહારાષ્ટ્રના ભીવંડીથી નીકળેલું કન્ટેનર હરિયાણા જઈ રહ્યું હતું, અને વલસાડ પાસે આગ લાગી હતી. જોકે, આગ પર કાબુ આવ્યા બાદ લોકોએ ગરમ કન્ટેનરમાંથી જીવના જોખમે પરફ્યુમની લૂંટ ચલાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાછળના વાહન ચાલકોએ આગની જાણ ડ્રાઈવરને કરી
બન્યું એમ હતું કે, મુંબઇથી ડિયો, રૂમ ફ્રેશનર, હેન્ડવોશ અને બિયર શેમ્પુ ભરેલું કન્ટેઈનર હરિયાણા તરફ જઈ રહ્યું હતું. વલસાડ જિલ્લાના પારડી તાલુકા ખાતે મોતીવાડા ગામ નજીક નેશનલ હાઇવે 48 પાસે કન્ટેનરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. હાઇવે ઉપર ચાલતા અન્ય વાહન ચાલકોએ કન્ટેનર ચાલકને પાછળ આગ લાગી હોવાની જાણ કરતા કન્ટેનર ચાલકે હાઇવે ઉપર કન્ટેનરને સુરક્ષિત રીતે અટકાવ્યું હતું. જોતજોતાંમાં કન્ટેનર આગનાં હવાલે થઈ ગયું હતું. 


આગ બૂઝવવા ફાયરની ટીમ મેદાને
ઘટનાની જાણ સ્થાનિક લોકો અને વાહન ચાલકોને થતા તાત્કાલિક પારડી ફાયરની ટીમ અને પારડી પોલીસને ઘટનાની જાણ કરી હતી. પારડી ફાયર ફાઈટરની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ લેવાની કામગીરી હાથ ધરી હતી. જોકે કન્ટેનરમાં મુકવામાં આવેલો સામાન બ્લાસ્ટ થતા પરિસ્થિતિ વિકટ બની હતી. જેથી આગ બૂઝવવા વલસાડ, વાપી નગર પાલિકા અને વાપી નોટિફાઇડ ફાયરની ટીમની મદદ લેવામાં આવી હતી. 


[[{"fid":"404607","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"valsad_fire_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"valsad_fire_zee2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"valsad_fire_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"valsad_fire_zee2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"valsad_fire_zee2.jpg","title":"valsad_fire_zee2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


હાઈવે 2 કલાક બંધ રખાયો
2 કલાકની ભારે જહેમત બાદ કન્ટેનરમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઘટનામાં મુંબઈ અમદાવાદ હાઇવે તકેદારીના ભાગ રૂપે બંધ કરવામાં આવ્યો હતો. દિવાળી આવતી હોવાથી કન્ટેનરમાં ફટાકડા હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે 2 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ આવ્યા બાદ કન્ટેનરમાં ચેક કરતા અંદર બોડી સ્પ્રે, રૂમ ફ્રેશનર, હેન્ડ વોશ અને બિયર કંપનીના શેમ્પુ હોવાનું જાણવા મળ્યું હતું. 


ગરમ કન્ટેનરમાંથી રાહદારીઓએ ચલાવી પરફ્યૂમની લૂંટ
પોલીસે કન્ટેનર ચાલકને નજીકથી શોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કન્ટેનરમાં લાખો રૂપિયાનો ભરેલો સમાનને ભારે નુકસાની પહોંચી હોવાનું પ્રાથમિક અનુમાન પોલીસે લગાવ્યું હતું. ઉલ્લેખનીય બાબત એ છે કે, કન્ટેનરમાં આગ પર કાબુ આવ્યા બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓ દ્વારા કન્ટેનરની આગ માં બચી ગયેલા માલ સામની લૂંટ ચલાવી હતી. કન્ટેનર ગરમ હોવા છતાં લોકો દ્વારા કન્ટેનરમાંથી ડિયો, શેમ્પુ સહિતના માલ સામાન લૂંટી ભાગી છૂટ્યા હતા.