રાજકોટની ફેમસ એવરેસ્ટ નમકીનની ફેક્ટરીમાં લાગી આગ, 2 ફાયરમેન ઈજાગ્રસ્ત
બુધવારના રોજ મોડી રાત્રે રાજકોટ (rajkot) ના મેટોડા જીઆઇડીસીની અંદર આવેલા ઈ વિટા કંપનીની ફેક્ટરીમાં આગ (fire) નો બનાવ બન્યો હતો. રાત્રિના એક વાગ્યે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી કે મેટોડા જીઆઇડીસીની અંદર આવેલા ઈ વિટા કંપનીની ફેક્ટરીમાં આગ લાગી છે. આગ લાગ્યાના સમાચાર મળતા જ રાજકોટ ફાયરની ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જુદા જુદા પાંચ ફાઈટર દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ બૂઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ મોટા ભાગની આગ કાબૂમાં આવી ચૂકી છે.
ઝી મીડિયા/બ્યૂરો :બુધવારના રોજ મોડી રાત્રે રાજકોટ (rajkot) ના મેટોડા જીઆઇડીસીની અંદર આવેલા ઈ વિટા કંપનીની ફેક્ટરીમાં આગ (fire) નો બનાવ બન્યો હતો. રાત્રિના એક વાગ્યે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી કે મેટોડા જીઆઇડીસીની અંદર આવેલા ઈ વિટા કંપનીની ફેક્ટરીમાં આગ લાગી છે. આગ લાગ્યાના સમાચાર મળતા જ રાજકોટ ફાયરની ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જુદા જુદા પાંચ ફાઈટર દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ બૂઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ મોટા ભાગની આગ કાબૂમાં આવી ચૂકી છે.
એવરેસ્ટ નમકીન (everest namkeen) માં લાગેલી ભીષણ આગમાં ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ છે. આ આગ બૂઝવવા માટે રાજકોટ તેમજ આસપાસથી ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ફેક્ટરીમાં 100થી વધુ કર્મચારી કરે છે. ત્યારે ઘટનામાં અનેક કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. આ આગમાં બે ફાયરમેન ઇજાગ્રસ્ત થયા હતા. છત પરખી પડી જતા વિનોદ મકવાણા અને મહેન્દ્રસિંહ વાઠેરને સામાન્ય ઈજા પહોંચી હતી.
જોકે, આ આગ કયા કારણોસર લાગી તે હજી જાણી શકાયું નથી. ઈ વિટા કંપનીની ફેકટરીમાં પડેલ પૂઠા, પ્લાસ્ટિક, નમકીન તેમજ ખાદ્ય તેલના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. મેટોડા સ્થિત ઈ વીટા કંપનીની ફેકટરીમાં 150 જેટલા કર્મચારીઓ કામ કરે છે. ત્યારે આગ લાગી ત્યારે ૭૦ જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા હતા જોકે તમામ કર્મચારીઓએ સમય સૂચકતા દાખવતા મોટી જાનહાની થતાં અટકાવી શકાઈ હતી. હાલ આ કઈ રીતે લાગી તે અંગે મેનેજમેન્ટ દ્વારા કોઇપણ જાતનો ખુલાસો નથી કરવામાં આવ્યો. તો બીજી તરફ ફેક્ટરીમાં મોટાભાગના કોઠાર તેમજ અન્ય રૂમોમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે પ્રશાસન આ મામલે કોઈ નક્કર પગલા ભરશે કે કેમ તે જોવાનું રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...