જામનગરની જીજી હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, યુદ્ધધોરણે દર્દીઓને રેસ્ક્યૂ કરી બહાર કઢાયા
વિચલિત કરી દે તેવા દ્રશ્યો હોસ્પિટલમાં ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં મળ્યા હતા. ICU માં ઈકો મશીનમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. 20 થી 25 મિનીટમાં આગને કાબૂમાં લેવાઈ હતી. પરંતુ ત્યા સુધી ભારે અફરાતરફી સર્જાઈ ગઈ હતી.