જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :પંમચહાલના ગોધરાના નાદરખા નજીક આવેલી કુશા કેમિકલમાં આજે બપોરે આગ લાગી હતી. આ આગે જોતજોતામાં એટલુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું કે, આસપાસના ગામમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. અને જોતજોતામાં લોકોએ ગામ ખાલી કરવાનું શરૂ કર્યું હતું. આગ લાગતાં 20 કિલોમીટર દૂરથી પણ ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા. જેથી લોકોએ 4 કિલોમીટર સુધીનો આખો વિસ્તાર ખાલી કરીને સલામત સ્થળે ખસેડ્યા હતા. હાલોલ, કાલોલ, શહેરા, ગોધરા અને વડોદરા ફાયર બ્રિગેડની 15થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. જોકે આગ પર કાબૂ ન આવતા ફર્મ પણ મંગાવવામાં આવ્યું છે.


આ પણ વાંચો : રાજકોટથી રાજ્યસભાની ચૂંટણી અંગે મોટા સમાચાર, આ દિગ્ગજ નેતાને મળી શકે છે ટિકિટ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુશા કંપનીમાં કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી. પંરતુ આગને પગલે ગોધરા, કાલોલ,હાલોલ અને ખાનગી કંપની સહિત 5 ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગ બૂઝવવાના અનેક પ્રયાસો છતાં આગ સતત વધી રહી હતી. આગ એટલી વિકરાળ હતી કે, 20 કિલોમીટર સુધી આગનો ધુમાડો લોકો સ્પષ્ટ જોઈ શકે છે. વિકરાળ આગના કારણે આસપાસના ગામો ફટાફટ ખાલી થયા છે. લોકમાં ડર ફેલાતા લોકોએ વાહનો લઈને સ્થળાંતર કરવાનું શરૂ કર્યું છે. કંપની પાસેનું નાંદરખા ગામ આખેઆખું ખાલી થઈ ગયું છે. લોકો ઘર બંધ કરીને સલામત સ્થળે પહોંચી ગયા છે. અનેક ગામના લોકો 4 કિમી દૂર આવેલ રિછીયામાં પહોંચ્યા છે. સાવચેતી અને ભયના કારણે લોકોએ સ્વયં સ્થળાંતર કર્યું. 


આ પણ વાંચો : ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં ‘રમર ભમર’ ગીત કાને પડી રહ્યું છે, તોડ્યા બધા રેકોર્ડ


પશુઓને લઈ ભાગ્યા લોકો
અનેક લોકો પોતાના પશુઓને લઈને પણ ગામ બહાર નીકળી ગયા છે. પશુઓ ખેતીના કામમાં ઉપયોગી હોવાથી તેમને અસર ન થાય તે માટે તેઓ તાત્કાલિક પશુઓને ટ્રેક્ટરમાં લઈને નીકળી પડ્યા હતા. તો કેટલાક ચાલતા જ પશુઓ સાથે નીકળી પડ્યા હતા. હાલ આગને પગલે સમગ્ર વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. ઘટનાની જાણ થતાં જ પંચમહાલ જિલ્લા કલેક્ટર અને એસપી કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. આગની ઘટનામાં કોઇ જાનહાની થઈ નથી અને આગ લાગવાનું કારણ પણ હજી સુધી બહાર આવ્યું નથી.