અમદાવાદના પ્રખ્યાત મહારાજના સમોસા અને તેની આજુબાજુની દુકાનોમાં આગ, 8 ને રેસ્ક્યૂ કરાયા
આજે વહેલી સવારે અમદાવાદના નવરંગપુરા સ્ટેડિયમ નજીક આગ (ahmedabad fire) નો બનાવ બન્યો છે. સરદાર પટેલના બાવલા પાસે આવેલી મહારાજ સમોસા અને આસપાસની કેટલીક દુકાનોમાં આગ ફાટી નીકળી હતી. ભરચક વિસ્તારની વચ્ચે લાગેલી આગને કારણે ફાયરની 15 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જેમાં અમદાવાદના પ્રખ્યાત મહારાજ સમોસાની દુકાનના ભોયરામાં આગ લાગી હતી. જોકે, થોડી વારમાં જ ફાયર વિભાગની ટીમ દ્વારા મહદઅંશે આગ પર કાબૂ મેળવાયો હતો. આગમાં 8 લોકોને રેસ્ક્યૂ કરાયા છે.
અતુલ તિવારી/અમદાવાદ :આજે વહેલી સવારે અમદાવાદના નવરંગપુરા સ્ટેડિયમ નજીક આગ (ahmedabad fire) નો બનાવ બન્યો છે. સરદાર પટેલના બાવલા પાસે આવેલી મહારાજ સમોસા અને આસપાસની કેટલીક દુકાનોમાં આગ ફાટી નીકળી હતી. ભરચક વિસ્તારની વચ્ચે લાગેલી આગને કારણે ફાયરની 15 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જેમાં અમદાવાદના પ્રખ્યાત મહારાજ સમોસાની દુકાનના ભોયરામાં આગ લાગી હતી. જોકે, થોડી વારમાં જ ફાયર વિભાગની ટીમ દ્વારા મહદઅંશે આગ પર કાબૂ મેળવાયો હતો. આગમાં 8 લોકોને રેસ્ક્યૂ કરાયા છે.
અમદાવાદના નવરંગપુરા સ્ટેડિયમ નજીક સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે આવેલા શોપિંગ કોમ્પ્લેક્સમાં આગ (fire) લાગી હતી. પ્રાથમિક અનુમાનમાં, શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું કહેવાય છે. એક દુકાનમાં આગ લાગતા આજુબાજુની કેટલીક દુકાનોમાં આગ પ્રસરી ગઈ હતી. આ વિસ્તારના પ્રખ્યાત મહારાજના સમોસા (maharaj samosa) અને તેની આસપાસના દુકાનોમાં આગ લાગી હતી. જોકે, જોતજોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી ફાયર વિભાગને કોલ મળતા જ તાત્કાલિક 15 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગ દ્વારા કુલિંગની પ્રોસેસ હાથ ધરાઈ હતી.
ચીફ ફાયર ઓફિસર સહિતનો ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો, અને થોડી વારમાં જ આગ કાબૂમાં લેવાઈ હતી. ફાયર વિભાગે (fire department) પતરાના શેડ તોડીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં ફસાયેલા 4 પુરુષ અને 4 મહિલાઓ મળીને કુલ 8 લોકો રેસ્ક્યૂ કરાયા હતા.
ચીફ ફાયર ઓફિસ રાજેશ ભટ્ટે જણાવ્યું કે, જુદી જુદી કુલ 18 ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો. સમગ્ર બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, FSL ની તપાસ બાદ જ આગનું ચોક્કસ કારણ માલૂમ પડશે.