ચેતન પટેલ/સુરત : સુરતના એરપોર્ટ રોડ ઉપર આવેલા સ્વર્ણભુમિ પાર્ટી પ્લોટ ખાતે એકાએક જ આગ ફાટી  નીકળતા લગ્નમા આવેલા લોકોમા દોડધામનો માહોલ છવાય ગયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેના ગોટેગોટા 3 કિલોમીટર દુર સુધી જોઇ શકાય તેવા હતા. બીજી તરફ આગ લાગ્યાની જાણ થતા જ ફાયર વિભાગની 14 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગના કારણે કરોડો રૂપિયાનો મંડપ બળીને ખાખ થઇ ગયો હતો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના એરપોર્ટ રોડ ઉપર આવેલ આલિશાન એવા સ્વર્ણભુમિ પાર્ટી પ્લોટમા આજે સાંજે કપલના લગ્ન હતા અને બપોરના સમયે ભોજનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. લગ્નનો જમણવાર હોઈ પરિવારના તેમજ સંબધી લોકો મંડપની અંદર બેઠા હતા. દરમિયાન એકાએક જ આગ ફાટી નીકળતા લોકોમા દોડદોડી થઈ હતી. આગે જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી વિકરાળ હતી કે આખેઆખો મંડપ જ આગની લપેટમાં આવી ગયો હતો. તથા તેના આગના ગોટેગોટા 3 કિલોમીટર દુર સુધી જોય શકાય તેવા હતા. 


[[{"fid":"200661","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"SuratFire.JPG","field_file_image_title_text[und][0][value]":"SuratFire.JPG"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"SuratFire.JPG","field_file_image_title_text[und][0][value]":"SuratFire.JPG"}},"link_text":false,"attributes":{"alt":"SuratFire.JPG","title":"SuratFire.JPG","class":"media-element file-default","data-delta":"1"}}]]


આગ લાગ્યાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. અંદાજિત 14 જેટલી ફાયર ફાયટરોની મદદ આગ બૂઝાવવા માટે લેવામા આવી હતી. કલાકોની જહેમદ બાદ આગ કાબૂમા આવી હતી. જો કે આગના કારણે કરોડો રુપિયાનો મંડપ બળીને ખાખ થઇ ગયો હતો. 


ઉલ્લેખનીય છે કે રસોઇ બનાવતી વેળાએ આગનું તણખલું કાપડના મંડપ પર ઊડ્યું હતું અને ત્યારબાદ આ આગ ફાટી નીકળી હોવાનું અનુમાન ફાયર વિભાગ કરી રહી રહી છે. આગ લાગી તે દરમિયાન ફાયરની ટીમે 20 જેટલા ગેસ સિલિન્ડરો બહાર કાઢી સુરક્ષિત જગ્યાએ મુકાયા હતા. જો આ સિલિન્ડર ફાટ્યા હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. આમ, મોટી દુર્ઘટના ટળી હતી. તો બીજી તરફ, કેટરીંગવાળી મહિલાઓ રડતી બહાર નીકળી હતી. કારણ કે, 


આગનો જ્યારે બનાવ બન્યો ત્યારે કેટરીગ માટે આવેલી મહિલાઓ પણ અંદર હાજર હતી. આગ લાગતાની સાથે જ તેઓ પણ ગભરાઈ ગઈ હતી અને પોતાનો જીવ બચાવીને બહાર આવી હતી. બહાર આવતાની સાથે જ તેઓ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી.