સુરત: રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ (Coronavirus) ના કેસોના લીધે રાજ્ય (Gujarat) ના મોટા શહેરોની હોસ્પિટલ દર્દીઓથી ફૂલ થઇ ગઇ છે. ત્યારે પડતામાં પાટુ માફક સુરતના ડોક્ટર હાઉસ (Doctor House) માં આવેલી કોવિડ હોસ્પિટલ (Covid Hospital) માં આગ લાગવાની ઘટના સામે છે. ડોક્ટર હાઉસમાં આવેલી આયુષ હોસ્પિટલમાં એસી (AC) માં બ્લાસ્ટ થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત (Surat) શહેરના ડોક્ટર હાઉસ વિસ્તારમાં આવેલી આયુષ હોસ્પિટલ (Ayush Hospital) ના પાંચમા માળે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગતાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે. અત્યાર સુધી 15 જેટલા દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા છે. તમામ દર્દીઓને સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. 

ગુજરાતમાં 18 વર્ષથી વધુ વયના લોકોને ફ્રીમાં અપાશે વેક્સીન, 1 મેથી શરૂ થશે વેક્સીનેશન


ફાયર વિભાગ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરતાં જાનહાનિ ટળી છે. ફાયર વિભાગની ટીમ સાથે હોસ્પિટલના સ્ટાફે પણ કામગીરીમાં સાથ આપ્યો હતો. ભારે જહેમત બાદ તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સહયારી મહેનતના કારણે માત્ર 30 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube