ચેતન પટેલ/સુરત :સુરતમાં કંપનીઓ અને બિલ્ડીંગોમાં આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે. આવામાં સુરતના પાંડેસરા વિસ્તારમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. મારૂતી ડાઈંગ મીલની બાજુમાં આવેલી કેમીકલ ફેક્ટરી વોકી ટોઝિયમ કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી. આ આગે જોતજોતામાં ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગને પગલે પાંડસેરા, સચીન, મજૂરી ગેટ, પલાસાણાની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડે તેને બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. આગને પગલે લોકોમાં  અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારણ કે, આગ લાગ્યા બાદ ઝેરી ગેસ વછૂટ્યો હતો, જેને કારણે સ્થાનિક લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી. સમગ્ર ઘટનામાં એક કર્મચારીનો જીવ ગયો છે. એક કર્મચારીનો મૃતદેહ ફેક્ટરીમાંથી મળી આવ્યો છે. તો હજુ એક કામદાર ગુમ હોઈ તેની શોધખોળ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અન્ય બે ઇજાગ્રસ્ત કામદારોને હોસ્પેટલમાં સારવાર માટે ખસેડાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક