તેજશ મોદી/સુરત :સુરતના તક્ષશિલા આર્કેડ ખાતે લાગેલી આગની ઘટના બાદ તમામ સ્કૂલોને ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા તથા સાધનોના ઉપયોગ અંગે તાકીદ કરવામાં આવી હતી, જેને પગલે જ સુરતની એક સ્કૂલમાં મોટી જાનહાનિ થતા બચી ગઈ હતી. સ્કૂલ સત્રના પહેલા જ દિવસે ગોપીપુરા વિસ્તારમાં આવેલી રાયચંદ દિપચંદ સ્કૂલની મીટર પેટીમાં શોર્ટસર્કિટની ઘટના બની હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


આજથી જ રાજ્યભરમાં સ્કૂલોનો પ્રારંભ થયો હતો. ત્યારે સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલી રાયચંદ દિપચંદ સ્કૂલમાં પણ શૈક્ષણિક સત્રની આજથી શરૂઆત થઈ છે. સવારે વિદ્યાર્થીઓ જ્યારે ગેટથી સ્કૂલમાં એન્ટ્રી કરી રહ્યા હતા ત્યારે સ્કૂલ બહાર ઉભેલા રીક્ષા ચાલક દિપકભાઈની નજર અચાનક સ્કૂલની મીટર પેટી પર ગઈ હતી, જ્યાં શોર્ટસર્કિટ થયું હતું. તેમણે તરત જ સ્કૂલના 76 વર્ષના પટાવાળા શ્રવણ પટેલને જાણ કરી હતી. શ્રવણભાઈ સ્કૂલમાં મુકેલી ફાયર બોટલ લઈ દોડ્યા હતાં, અને મીટર પેટીમાં સ્પ્રેનો છંટકાવ કર્યો હતો. જેથી આગ કાબૂમાં આવી ગઈ હતી. ઘટના અંગે ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. જોકે રીક્ષા ચાલક અને પટાવાળાની સમય સૂચકતા અને ફાયરના સાધનો
ચલાવવાની ટ્રેનિંગને કારણે મોટી ઘટના બનતા અટકી ગઈ હતી.


ગુજરાતના મિલ્કમેનને ફિલ્મી પડદે ચમકાવનાર બોલિવુડના દિગ્ગજ કલાકાર ગિરીશ કર્નાડનું નિધન


ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં આજથી શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે, ત્યારે સુરતના તક્ષશિલા આર્કેડમાં બનેલી આગની ઘટના બાદ શહેરની તમામ શાળાઓને ફાયર સેફ્ટીના સાધનો મૂકવા અને તેના ઉપયોગ કરવા અંગે તાકીદ કરવામાં આવી હતી.  સુરતની આગની તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગની ઘટના હજી પણ તાજી છે, જેમાં 22 માસુમોનો ભોગ લેવાયો હતો. જોકે, જો શાળામાં સેફ્ટીના સાધનો હોય તો ઘટનાની ટાળી શકાય છે તેનો પુરાવો રાયચંદ દિપચંદ સ્કૂલના પટાવાળાએ આપ્યો છે. જેમણે તાત્કાલિક ફાયર સાધનોથી આગ બૂઝવી હતી.