સુરત : કારખાનામાં લાગેલી આગમાં અંદર સૂઈ રહેલા બે કર્મચારીઓ હોમાઈ ગયા
સુરત (Surat) શહેરનાં પુણાગામ વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં આગ લાગતા અંદર રહેલા બે લોકો ગૂંગળામળને કારણે મૃત્યું પામ્યા છે. જ્યારે અન્ય બે લોકો આગ (Fire) ની ઝપેટમાં આવતા ઇજાગ્રસ્ત થયા છે. હાલ આ બંન્ને ઇજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. હાલ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે.
ચેતન પટેલ/સુરત :સુરત (Surat) શહેરનાં પુણાગામ વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં આગ લાગતા અંદર રહેલા બે લોકો ગૂંગળામળને કારણે મૃત્યું પામ્યા છે. જ્યારે અન્ય બે લોકો આગ (Fire) ની ઝપેટમાં આવતા ઇજાગ્રસ્ત થયા છે. હાલ આ બંન્ને ઇજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. હાલ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે.
સાપુતારા પ્રવાસે નીકળેલી અંકલેશ્વરની સ્કૂલ બસને અકસ્માત નડ્યો, 20 વિદ્યાર્થીઓ ઘાયલ
સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીમાં આવેલા રામદેવ ડેકોમાં રાત્રિના સમયે ચાર જેટલા કારીગરો કારખાનાની અંદર સૂઈ રહ્યા હતા. આ દરમિયાન એકાએક કારખાનામાં આગ લાગી હતી. આવામાં ભાગદોડનો માહોલ છવાઈ ગયો હતો. આગનો કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
સૌથી ટોચના ગણાતા ઓસ્કાર એવોર્ડની થઈ જાહેરાત, જુઓ કોને કોને મળ્યો....
ફાયર બ્રિગેડની ટીમ તો કારખાનામાં પહોંચી ગઈ, પરંતુ કારખાનાને બહારથી તાળું માર્યું હોવાનું દેખાયું હતું. આ કારણે ફાયર કર્મચારીઓ સૌથી પહેલા લોખડની ગ્રીલ અને તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા. અંદર જઈને જોયુ તો કર્મચારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા, કારણ કે કારખાનામાં કર્મચારીઓ હતા. અંદર બે કારીગરો ઇરગ્રસ્ત જણાતા તેઓને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડયા હતા. જ્યારે અન્ય બે ધુમાડાના કારણે ગુગળાઈ જતા બેભાન અવસ્થામાં મળ્યા હતા. જેઓને પણ 108 મારફતે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અદાજીત 8 જેટલી ફાયરની ગાડી આગ ઓલવવામાં ઉપયોગમાં લેવાઈ હતી. હાલ આગ ક્યાં કારણોસર લાગી તે જાણી શકાયું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક