રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાના પ્રખ્યાત આઉટલેટ રાજુ આમલેટની દુકાનમાં એકાએક આગ ફાટી નીકળી હતી. આગે જોતજોતામાં એવુ ભીષણ રૂપ ધારણ કર્યુ હતું કે, આખી દુકાન આગમા બળીને ખાખ થઈ ગઈ હતી. બાજુના કોમ્પ્લેક્સ સુધી પણ આગની જ્વાળાઓ ફેલાઈ હતી. સદનસીબે દુકાનમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ રાજુ આમલેટમાં આગનો બનાવ જાણતા જ લોકો દોડી આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રાજુ આમલેટમાં આગ લાગ્યાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. જેને પગલે ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પાણીનો મારો ચલાવીને આગને બૂઝાવવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ ત્યા સુધીમાં આખી દુકાન આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. આખી દુકાન કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. 



દુકાનના માલિકે કહ્યુ કે, સમયસર બધા કર્મચારીઓ દુકાનની બહાર નીકળી જતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ગેસના નીચેના ભાગે આગ લાગતા આગ પ્રસરી હતી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક આગ બૂઝવવાની કામગીરી હાથ ધરી હતી. 



આગના બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પણ જે રીતે આગ લાગી છે તે વિકરાળ હતી. ઉપરના ફ્લોર પર જવાના દાદરા પણ બળીને ખાખ થઈ ગયા હતા. આગ ધીરે ધીરે પ્રસરીને એક કોમ્પ્લેક્સમાંથી બાજુના કોમ્પ્લેક્સમાં ફેલાઈ હતી. કોમ્પ્લેક્સના ઉપરના ફ્લોર પરની ઓફિસના કર્મચારીઓ આગની જાણ થતા જ તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા. જોકે, આગ લાગવાનુ કારણ હજી જાણવા મળ્યુ નથી. પરંતુ આગ લાગ્યાનો મેસેજ મળતા જ લોકો દોડી આવ્યા હતા.