અશોક બારોટ/જૂનાગઢ: કોઈ આકસ્મિક ઘટના ઘટે અને તંત્રની બેદરકારીના લીધે જ્યારે નિર્દોષ લોકો મોતને ભેટે છે ત્યારે અનેક સવાલો ઉઠે છે. તાજેતરમાં રાજકોટની ઘટના ને યાદ કરીએ તો આટલા મોત પાછળ કોણ જવાબદાર જે સવાલ આજે ચોતરફ ઉઠી રહ્યો છે. ત્યારે વાત છે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની કે જ્યાં મનપાની ફાયર શાખાએ 8 વખત નોટિસો આપ્યા બાદ પણ ફાયર એનઓસી 2 વર્ષથી રીન્યુ જ થઈ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આવશે ધૂળનું તોફાન! આ 4 જિલ્લામાં જોવા મળશે ભયાનક નજારો, તોફાન જોઈ ડરી જશો


જુનાગઢમાં કેટલી હદે સરકારી તંત્રમાં લોલમલોલ છે તેનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે. જૂનાગઢમાં મહત્વની ગણાતી સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં જ ફાયર એનઓસી નથી, સરકાર કડક નિયમો અને તેની અમલવારીના દાવાઓ કરે છે. પરંતુ તેમની કચેરીઓમાં જ લોકો પર મોટું જોખમ મંડરાયેલું છે. હજુ સરકારી પ્રક્રિયાઓમાં ફાયર એનઓસી નથી આવી શકી, ખાનગી હોસ્પિટલો મોલ સિનેમા ઘર પર કાર્યવાહી કરતું તંત્ર સિવિલ હોસ્પિટલ પર શું કાર્યવાહી કરશે? જો સિવિલ હોસ્પિટલ પર કાર્યવાહી થાય તો દર્દીઓને મોટી મુશ્કેલી ઊભી થાય તેમ છે. 


રોહિત શર્માની ગેરહાજરીમાં આ શું કરી બેઠી રિતિકા? વિવાદોના વંટોળમાં ફસાઈ, કરી ગડબડ!


સરકારમાં એટલી હદે બેદરકારીઓ ચાલી રહી છે તેનો ઉત્તમ નમૂનો છે. આ અંગે ઇન્ચાર્જ મેડિકલ સુપ્રી.ડો કત્રા એ જણાવ્યું કે વખતો વખત ગાઈડ લાઇન બદલતી હોવાથી ફાયર એંનઓસી રીન્યુ નથી થઈ શકી હાલ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં 9 જેટલા ફાયર એકજીટ છે. એલાર્મ સુવિધા છે તેમજ હોસ્પિટલના દરવાજા ફાયર પ્રુફ હોવાથી આકસ્મિક દુર્ઘટના ટાળી શકાય છે. મનપાની ફાયર શાખાએ 8 વખત નોટિસો ફાયર એંનઓસી મુદ્દે નોટિસો આપી તે બધી નોટિસોના જવાબો અમે આપ્યા છે. 


બાબુઓને છેલ્લાં 4 વર્ષથી આંખોમાં મોતિયો આવ્યો હતો? શું બાળકોના રમકડાં તપાસવાનો પગાર