હાર્દિક દિક્ષિત, વડોદરા: વડોદરા (Vadodara) ના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા અલકાપુરી મુખ્ય ગરનાળામાં ભીષણ આગ (Fire) લાગી હતી. જોતજોતામાં આગ રેલ્વેના પ્લેટફોર્મ નંબર 1 સુધી પહોંચી જતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર સેફટી (Fire Safety) ના અભાવના કારણે ટ્રેનના કોચમાં પાણી ભરવાની પાઇપ થકી આગ બુજાવવાનો વારો આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા (Vadodara) રેલવે સ્ટેશન (Railway Station) ને બિલકુલ અડીને આવેલા પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા અલકાપુરી (Alkapuri) ગરનાળામાંથી રોજ અસંખ્ય વાહનચાલકો અવરજવર કરતા હોય છે. આજે ગરનાળામાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. જોતજોતામાં આગે (Fire) વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.


મહત્વનું છે કે ત્યાં હાજર લોકો એ ફાયર બ્રિગેડને સેંકડો ફોન કર્યા છતાં ફાયર વિભાગ સાથે સંપર્ક નહોતો થઈ શક્યો ફાયર બ્રિગેડ ને આવવા માં વિલંબ થતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જોતજોતામાં આગ રેલવે સ્ટેશન ના પ્લેટફોર્મ નંબર 1 સુધી પ્રસરી ગઈ હતી.


જેના કારણે મુસાફોરોનો જીવ પણ તાળવે ચોટયો હતો. જેમાં રેલવે વિભાગની ગંભીર બેદરકારી સામે આવી હતી. રેલવે પાસે ફાયરની સુવિધાના અભાવના કારણે ટ્રેનના કોચમાં પાણી ભરવાની લાઈનમાં પાઇપ નાખી આગ બુજાવવાની ફરજ પડી હતી.

આખરે ફાયર બ્રિગેડ આવતા આગ પર કાબુ મેડવાયો હતો. સમગ્ર ઘટનામાં અલકાપુરી ગરનાળુ બડીને ખાખ થઈ જતા બંધ કરી દેવામાં આવ્યું છે. તેમજ પ્લેટફોર્મ 1માં પેસેન્જરને બેસવા માટેનો શેડ પણ નષ્ટ થઈ ગયો છે. સદ્નસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની સામે આવી નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube