ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ (SVPI) એરપોર્ટ મુસાફરોને સુવિધા આપવા સાથે સુરક્ષાને લઈને પણ વધુ ભાર મૂકી રહ્યું છે. જેને લઈને એરપોર્ટ સંચાલન કરતાએ અલગ અલગ એજન્સીઓને કામ પણ સોંપ્યું છે. તેમજ મુસાફરોની સુવિધા માટે એરપોર્ટ પર વિશેષ વ્યવસ્થા સાથે સતત દેખરેખ પણ રખાઈ રહી છે. તેમજ સ્ટાફને જરૂરી તાલીમ અને સૂચન પણ અપાયા છે. એટલું જ નહીં પણ પ્લેનમાં પણ મુસાફરોની સુરક્ષાને લઈને તમામ વ્યવસ્થા સાથે સ્ટાફને જરૂરી તાલીમ પણ અપાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગરના ડમીકાંડ બાદ હવે ખુલ્યું GISFSની ભરતીમાં કૌભાંડ; 850થી વધુ લોકોએ નોકરી મેળવી


સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટનેશનલ એરપોર્ટ મુસાફરોની સુરક્ષા અને સલામતીને પ્રાથમિકતા આપવામાં હંમેશાં અગ્રેસર રહ્યું છે. તાજેતરમાં SVPI એરપોર્ટ ખાતે ફાયર સેફ્ટી સપ્તાહની ઉજવણી કરવામાં આવી. જનજાગૃતિ કેળવવા ઉજવાયેલા ફાયર સેફ્ટી વીક દરમિયાન અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવી. જેમાં એરપોર્ટના વિવિધ વિભાગોની ટીમે ઉત્સાહભેર ભાગ લીધો. ટર્મિનલમાં ફાયર ઈક્વિપમેન્ટ પ્રદર્શન સહિત મુસાફરો માટે સેલ્ફી પોઈન્ટ પણ રાખવામાં આવ્યો છે.


બોર્ડની પરીક્ષામાં ડમીકાંડ મુદ્દે યુવરાજસિંહના આક્ષેપ બાદ શિક્ષણ વિભાગ આવ્યુ હરકતમાં


ગત વર્ષે ફાયર સેફ્ટી વીકના તાલીમ કાર્યક્રમમાં સુરક્ષા, તબીબી, ગ્રાહક સેવા, બાંઘકામ સહિતના વિભાગોના 330થી વધુ લોકોએ ભાગ લીધો હતો. છેલ્લા બે દિવસમાં 150થી વધુ ટીમના સભ્યોને આગની કટોકટીને નિયંત્રિત કરવા તાલીમ આપવામાં આવી હતી. અઠવાડિયે એક વખત ફાયર સ્ટેશનમાં પર અપાતી તાલીમમાં આગ લાગે ત્યારે સલામતી જાળવવા અને કટોકટીના સમયે વિવિધ ફાયર સાધનોના સંચાલનની મૂળભૂત બાબતોની તાલીમ તેમજ પ્રાથમિત સારવાર વગેરેનો સમાવેશ થાય છે.


જય શ્રીરામના નારાથી કોર્ટ પરિસર ગુંજ્યું! નરોડા ગામ હત્યાકાંડ ચુકાદો HCમાં પડકારાશે


SVPIA ખાતે કર્ચમારીઓને સલામતી માટે શ્રેષ્ઠ વર્તણૂંક કેળવવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. વળી જ્યારે કટોકટી સામે લડવાની વાત આવે ત્યારે તમામ લોકોની ભાગીદારીને અગ્રતા આપવામાં આવે છે. સૌના સહિયારા પ્રયાસથી ભવિષ્યની કટોકટીઓનો સામનો કરવા ટીમને આધુનિક અને સુસજ્જ બનાવવામાં આવી છે.


કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમા કોરોના મામલે મોટા અપડેટ; જાણો આજના પોઝિટીવ અને એક્ટિવ કેસ


ચાલું સપ્તાહે ટીમના વિવિધ સભ્યો માટે સોમવાર અને મંગળવાર એમ બે દિવસનો તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તાલીમ લીધા બાદ આવશ્યક પ્રેક્ટીસ અને ફાયર ઈક્વીપમેન્ટ્ને જાળવી રાખવામાં આવશે.