ગૌરવ પટેલ/અમદાવાદ :આ દિવાળીમાં વેપારીઓથી માંડીને લોકોને મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ ગ્રાહકો વસ્તુ ખરીદીમાં નિરસતા દાખવી રહ્યા છે, તો ઓછા વેચાણને કારણે વેપારીઓ પણ ટેન્શનમાં છે. ત્યારે હાલ દિવાળી ટાંણે ગુજરાતમાં ફટાકડા બજારમાં ભારે મંદી જોવા મળી છે. તો સામે ફટાકડાના ભાવોમાં ૩૦ થી ૪૦ ટકાનો ભાવ વધારો દેખાયો છે. સુપ્રિમ કોર્ટમાં રહેલી પેન્ડિંગ પિટીશનને કારણે ફટાકડાના કારખાના છ મહિના સુધી બંધ રહેતા તેની સીધી અસર ભાવ પર પડી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ફટાકડા ગત વર્ષના ભાવ ચાલુ વર્ષના ભાવ
તારામંડળ 40 60
કોઠી 80 90
ચકરડી 70 80
555 30 40
મીર્ચી બોમ્બ 50 60
લવીગીયા ફટાકડા 30 40
લક્ષ્મી 10 15
અવકાશી બોમ્બ 200 220
પોપ અપ્સ 10 10
બંદૂક 40 45
ટીકડીઓ 50 60
ટીકડી રોલ 50 60
તાજમહલ ફટાકડા 10 15
સેવન શોટ્સ 180 200
દોરી 70 80
પેન્સિલ 70 80
સુતળી બોમ્બ 80 100

વેપારીઓએ જણાવ્યું કે, ગ્રીન ફટાકડાનું રો-મટીરિયલ અને કેમિકલ મોંઘું હોવાથી ફટાકડા આ વર્ષે મોંઘા થયા છે. તો મોંઘાદાટ ફટાકડાની અસર બજાર પર પડી છે. ભાવ વધવાથી ગ્રાહકો પણ પરેશાન દેખાયા છે. તો ગ્રાહકોએ પણ ફટાકડા મોંઘા હોવાથી બજેટમાં ઘટાડો કરવો પડ્યો છે. શીવાકાશી ખાતે ૬ મહિના ફટાકડાનું પ્રોડક્શન બંધ રહેતા તેની અસર સીધી જ ભાવ પર થઈ છે.