ગુજરાતમાં જંગલરાજ ? પાટનગરમાં જ્વેલરી શોપ પર લૂંટના ઇરાદે ફાયરિંગ થતા ચકચાર
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી દિવસે દિવસે કથળતી જઇ રહી હોય તેવી એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. દુષ્કર્મ, ચોરી, લૂંટની ઘટનાઓ એવી રીતે બની રહી છે જાણે ગુજરાતમાં જંગલરાજ આવી રહ્યું હોય તેવી સ્થિતી પેદા થવા લાગી છે. સેટેલાઇટ, બાદ નિકોલમાં લૂંટની ઘટનાઓ બની છે અને આ તે પૈકી નિકોલ કેસનો હજી ઉકેલ પણ આવ્યો નથી ત્યાં ફરી એકવાર ગાંધીનગરમાં જ્વેલરીમાં શોપમાં લૂંટના ઇરાદે ફાયરિંગની ઘટના બની છે.
હિતલ પારેખ/ગાંધીનગર: ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી દિવસે દિવસે કથળતી જઇ રહી હોય તેવી એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. દુષ્કર્મ, ચોરી, લૂંટની ઘટનાઓ એવી રીતે બની રહી છે જાણે ગુજરાતમાં જંગલરાજ આવી રહ્યું હોય તેવી સ્થિતી પેદા થવા લાગી છે. સેટેલાઇટ, બાદ નિકોલમાં લૂંટની ઘટનાઓ બની છે અને આ તે પૈકી નિકોલ કેસનો હજી ઉકેલ પણ આવ્યો નથી ત્યાં ફરી એકવાર ગાંધીનગરમાં જ્વેલરીમાં શોપમાં લૂંટના ઇરાદે ફાયરિંગની ઘટના બની છે.
અમદાવાદ: સરકારનું સોગંદનામું કલમ 144 હાલની સ્થિતીમાં ખુબ જ જરૂરી
ગાંધીનગરનાં કુડાસણમાં આવેલી એક જ્વેલરી શોપમાં અસામાજીક તત્વો દ્વારા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગ લૂંટનાં ઇરાદે કરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો. જો કે દુકાન માલિકે સામે પ્રતિકાર કરતા લૂંટારૂઓ ફાયરિંગ કરીને ભાગવા મજબુર બન્યા હતા. જો કે પ્રતિકાર કરવાનાં કારે દુકાન માલિકનાં ખભામાં ઇજા પહોંચી હતી. ઘટના અંગે જાણ થતા પોલીસ દ્વારા સીસીટીવી કબ્જે લઇને તપાસ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી છે. ઘાયલ જ્વેલર્સ માલિકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસહાલ ઘટના સ્થળ અને આસપાસનાં વિસ્તારોનાં સીસીટીવી કબ્જે લઇને તપાસ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube