Ahmedabad News : નવરાત્રિમાં અસામાજિક તત્વોને ખુલ્લો દોર મળી ગયો હોય તેમ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. ગરબા દરમિયાન કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે. તો બીજી તરફ, ગરબા દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવામાં પોલીસની નિષ્ફળતા દેખાઈ રહી છે. અમદાવાદ શહેરમાં પ્રખ્યાત મંડળી ગરબામાં ચાલુ ગરબા દરમિયાન ફાયરિંગની ચકચારી ઘટના બની છે. ઓગણજના મંડળી ગરબામાં ફાયરિંગ થયું છે. સવારે 6:15 કલાકે 2 જૂથ વચ્ચે ચાલુ ગરબામાં માથાકૂટ બાદ અજાણ્યા શખ્શે હવામાં ફાયરિંગ કર્યું હતું. જોકે, બીજી તરફ, હજુ પણ અમદાવાદ પોલીસ બનાવ સ્થળની હદ નક્કી કરવામાં વ્યસ્ત ચે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં ગરબા દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવામાં પોલીસની નિષ્ફળતા જોવા મળી છે. શહેરમાં ચાલુ ગરબા દરમિયાન ફાયરિંગ થયું છે. ઓગણજના ફેમસ મંડળી ગરબામાં સવારે 6:15 કલાકે 2 જૂથ વચ્ચે ચાલુ ગરબામાં માથાકૂટ બાદ અજાણ્યા શખ્સે હવામાં ફાયરિંગ કર્યું હતું. 


પાટીદાર યુવકને લંડનમાં ગરબા રમતા આવ્યો હાર્ટ એટેક, અચાનક નીચે ઢળી પડ્યા બાદ મોત થયું


બન્યું એમ હતં કે, મંડળી ગરબામાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે ઝઘડો અને મારમારી થઈ હતી. જેમાં 70 જેટલા શખ્સોએ 10 યુવકોને માર માર્યો હતો. સિક્યુરિટી ગાર્ડે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જે બાદ વિવાદ ઉગ્ર બન્યો હતો. ઘટનાને પગલે સોલા પોલીસે સ્થળે પહોંચી સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. 


ગુજરાતનો સૌથી મોંઘો ગરબો, કરોડોના સોનાના આભૂષણો પહેરીને આહિર સમાજની દીકરીઓ ગરબે ઘૂમી