જૂનાગઢ : હાલમાં જૂનાગઢમાં લગ્નપ્રસંગમાં હવામાં ફાયરિંગ કરતો વીડિયો સામે આવ્યો છે. અહીં કીર્તિદાન ગઢવીના ડાયરામાં નોટો સાથે ગોળીઓનો પણ વરસાદ કરાયો હતો. અહીં ખાનગી પ્લોટમાં યોજાયેલા ફંક્શનમાં સંતો અને મહંતોની હાજરીમાં હવામાં ફાયરિંગ કરાયું હતું. આ ઘટના ક્ષત્રિય પરિવારના એક લગ્નપ્રસંગમાં બની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોટો અને ગોળીઓનો વરસાદ સાથે-સાથે જોવા કરો ક્લિક


આ પ્રસંગમાં કીર્તિદાન ગઢવીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નોટો અને બુલેટનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંતો અને મહંતોની હાજરીમાં ક્ષત્રિય યુવાનો હવામાં ફાયરિંગ કરતા દેખાય છે. સામાન્ય રીતે ક્ષત્રિય સમાજમાં યોજાતા ખુશીના પ્રસંગોમાં ફાયરિંગ કરવામાં આવે છે અને એનો પુરાવો મળ્યો છે.